Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના અત્તર-પરફ્યુમનો દિવ્ય શણગાર કરાયો

શ્રીકષ્ટભંજનદેવ દાદાને પ્યોર સિલ્કના વાઘા પહેરાવાયા સવારે 5.45 કલાકે દાદાની કરાઈ મંગળા આરતી શ્રાવણ માસ અને મંગળવાર તેમજ શનિવારે દાદાને કરાય છે ભવ્ય શણગાર સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજનદેવ દાદાને એકાદશી નિમિત્તે વિશેષ શણગાર કરાયો દાદાના વાઘા વૃંદાવનમાં થયા તૈયાર શ્રીકષ્ટભંજનદેવ દાદાને વિવિધ પ્રકારના આલ્કોહોલ વગરના અત્તર/પરફયુમનો દિવ્ય શણગાર કરી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.આજે દાદાને પહેરાવાયેલા વાઘા વિશે કોઠારી સ્વામીએ જણાવ્યું કે,આજે દાદાને વિશેષ વાઘા પહેરાવામાં આવ્યા છે. દાદાના આ સફેદ રંગના વાઘા પ્યોર સિલ્કના કાપડના છે.આ વાઘા વૃંદાવનમાં બનાવડાવવામાં આવ્યા છે. જેમાં જરદોશી વર્ક કરાયું છે. આ સાથે વાઘામાં ફુલ અને વેલની ડિઝાઈન પણ છે. અત્તર અને પર્ફ્યૂમનો શણગાર આજે શ્રાવણ મહિનાની એકાદશી નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના અત્તર અને પર્ફ્યૂમનો શણગાર કરાયો છે. શણગાર માટે 1200થી વધુ અત્તર-પર્ફ્યુમ લંડન, દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ-અલગ રાજ્યમાંથી મંગાવ્યા છે. સિંહાસને શણગાર કરતાં 4 કલાકનો સમય લાગ્યો છે. અત્તર અને પર્ફ્યૂમનું કલેક્શન કરતાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ પછી અલગ-અલગ મંદિરમાં ઠાકોરજી માટે મોકલી આપવામાં આવશે. ભકતોમાં અનોરી ખુશી શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યું છે.તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનો લાભ લઈ ભકતોએ ધન્યતાનો અનુભવ કરેલ છે.ગઈકાલે દાદાને મોતીના વાઘા અને સિંહાસનને અનેકવિધ ડીઝાઇનની અનેક ઘડિયાળનો શણગાર કરાયો હતો. સાળંગપુર મંદિરને વીજ બીલને લઈ થશે ફાયદો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું છે.

Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના અત્તર-પરફ્યુમનો દિવ્ય શણગાર કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શ્રીકષ્ટભંજનદેવ દાદાને પ્યોર સિલ્કના વાઘા પહેરાવાયા
  • સવારે 5.45 કલાકે દાદાની કરાઈ મંગળા આરતી
  • શ્રાવણ માસ અને મંગળવાર તેમજ શનિવારે દાદાને કરાય છે ભવ્ય શણગાર

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજનદેવ દાદાને એકાદશી નિમિત્તે વિશેષ શણગાર કરાયો

દાદાના વાઘા વૃંદાવનમાં થયા તૈયાર

શ્રીકષ્ટભંજનદેવ દાદાને વિવિધ પ્રકારના આલ્કોહોલ વગરના અત્તર/પરફયુમનો દિવ્ય શણગાર કરી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.આજે દાદાને પહેરાવાયેલા વાઘા વિશે કોઠારી સ્વામીએ જણાવ્યું કે,આજે દાદાને વિશેષ વાઘા પહેરાવામાં આવ્યા છે. દાદાના આ સફેદ રંગના વાઘા પ્યોર સિલ્કના કાપડના છે.આ વાઘા વૃંદાવનમાં બનાવડાવવામાં આવ્યા છે. જેમાં જરદોશી વર્ક કરાયું છે. આ સાથે વાઘામાં ફુલ અને વેલની ડિઝાઈન પણ છે.


અત્તર અને પર્ફ્યૂમનો શણગાર

આજે શ્રાવણ મહિનાની એકાદશી નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના અત્તર અને પર્ફ્યૂમનો શણગાર કરાયો છે. શણગાર માટે 1200થી વધુ અત્તર-પર્ફ્યુમ લંડન, દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ-અલગ રાજ્યમાંથી મંગાવ્યા છે. સિંહાસને શણગાર કરતાં 4 કલાકનો સમય લાગ્યો છે. અત્તર અને પર્ફ્યૂમનું કલેક્શન કરતાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ પછી અલગ-અલગ મંદિરમાં ઠાકોરજી માટે મોકલી આપવામાં આવશે.

ભકતોમાં અનોરી ખુશી

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યું છે.તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનો લાભ લઈ ભકતોએ ધન્યતાનો અનુભવ કરેલ છે.ગઈકાલે દાદાને મોતીના વાઘા અને સિંહાસનને અનેકવિધ ડીઝાઇનની અનેક ઘડિયાળનો શણગાર કરાયો હતો.


સાળંગપુર મંદિરને વીજ બીલને લઈ થશે ફાયદો

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું છે.