Saputara: સાપુતારામાં ટ્રક પલ્ટી જતા ભારે ટ્રાફિકજામ, વાહનચાલકોને હાલાકી
સાપુતારા ઘાટ માર્ગમાં રસ્તાની વચોવાચ પ્લાસ્ટિક જથ્થો ભરેલ ટ્રક પલ્ટી જાતા સવારથી જ ટ્રાફિકજામના થયો છે. ટ્રાફિકજામ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ડાંગ જિલ્લાના સાપુતારા થી માલેગામ રાષ્ટ્રય ધોરીમાર્ગમાં રસ્તાની વચોવાચ પ્લાસ્ટિક જથ્થો ભરેલ ટ્રક નંબર MH 15 EG 1377 પલ્ટી જાતા સવારે 4:00 વાગ્યા થી સાપુતારા ઘાટમાર્ગ માં ટ્રાફિક જામ રહ્યો. ટ્રક માર્ગ ની વચ્ચે પલ્ટી જતા આગળ પાછળ અટવાતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે. રોડની બંને તરફ બે કિલોમીટર દૂર સુધી લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે કેટલાક ડ્રાઇવરો સવારથી જ અટવાયા છે. જે ટ્રાફિકમાં અનેક વાહન ચાલકો અને ટ્રક ચાલકો અટવાયા છે. ટ્રક પલ્ટી જાતા ઘટના સ્થળે ટ્રક ડ્રાઈવર જોવા મળેલ નથી. જયારે ટ્રકને જંગી નુકશાન થયેલ છે. સાપુતારા પોલીસ ઘટના સ્થળે પોંહચી આખરે સવારે 07:30 વાગ્યે ક્રેન દ્વારા ટ્રકને સાઈડમાં ખાસેડી ટ્રાફિક દૂર કરાયું. સાપુતારા ઘાટમાર્ગમાં આ અગાઉ પણ આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. આવી ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને જીવનના જોખમેં અહીંના ઘાટ માર્ગ થી પસાર થવું પડે છે. અને ટ્રાફિકજામ સર્જાય ત્યારે લોકો લોકોએ કલાકો સુધી રાહ જોવા ની ફરજ પડે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાપુતારા ઘાટ માર્ગમાં રસ્તાની વચોવાચ પ્લાસ્ટિક જથ્થો ભરેલ ટ્રક પલ્ટી જાતા સવારથી જ ટ્રાફિકજામના થયો છે. ટ્રાફિકજામ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ડાંગ જિલ્લાના સાપુતારા થી માલેગામ રાષ્ટ્રય ધોરીમાર્ગમાં રસ્તાની વચોવાચ પ્લાસ્ટિક જથ્થો ભરેલ ટ્રક નંબર MH 15 EG 1377 પલ્ટી જાતા સવારે 4:00 વાગ્યા થી સાપુતારા ઘાટમાર્ગ માં ટ્રાફિક જામ રહ્યો. ટ્રક માર્ગ ની વચ્ચે પલ્ટી જતા આગળ પાછળ અટવાતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે. રોડની બંને તરફ બે કિલોમીટર દૂર સુધી લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે કેટલાક ડ્રાઇવરો સવારથી જ અટવાયા છે. જે ટ્રાફિકમાં અનેક વાહન ચાલકો અને ટ્રક ચાલકો અટવાયા છે.
ટ્રક પલ્ટી જાતા ઘટના સ્થળે ટ્રક ડ્રાઈવર જોવા મળેલ નથી. જયારે ટ્રકને જંગી નુકશાન થયેલ છે. સાપુતારા પોલીસ ઘટના સ્થળે પોંહચી આખરે સવારે 07:30 વાગ્યે ક્રેન દ્વારા ટ્રકને સાઈડમાં ખાસેડી ટ્રાફિક દૂર કરાયું. સાપુતારા ઘાટમાર્ગમાં આ અગાઉ પણ આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. આવી ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને જીવનના જોખમેં અહીંના ઘાટ માર્ગ થી પસાર થવું પડે છે. અને ટ્રાફિકજામ સર્જાય ત્યારે લોકો લોકોએ કલાકો સુધી રાહ જોવા ની ફરજ પડે છે.