Sandesh Digital Diwali Rangoli Competitionને મળ્યો બહોળો પ્રતિસાદ, જાણો વિજેતાઓની યાદી

Nov 20, 2026 - 18:30
Sandesh Digital Diwali Rangoli Competitionને મળ્યો બહોળો પ્રતિસાદ, જાણો વિજેતાઓની યાદી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારો દરમિયાન રંગોળીનું વિશેષ મહત્વ હોય છે. દિવાળીમાં લોકો પોતાના ઘરને રંગોળીથી સજાવે છે અને વિવિધ પ્રકારની આકર્ષક રંગોળીઓ બનાવે છે. આ પરંપરાને પ્રોત્સાહન આપવા અને રંગોળીની વિશેષ કલાને બિરદાવવાના હેતુથી સંદેશ ડિજિટલ દ્વારા દિવાળી નિમિત્તે વિશેષ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

9 થી 13 નવેમ્બર દરમિયાન યોજાઈ સ્પર્ધા

સંદેશ ડિજિટલ દ્વારા 9 થી 13 નવેમ્બર દરમિયાન દિવાળીના તહેવારોમાં રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી અનેક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધકોએ પોતાની બનાવેલી રંગોળીના વીડિયો સંદેશ ડિજિટલને મોકલ્યા હતા.

સોશિયલ મીડિયા પર રજૂ કરાઈ રંગોળીઓ

સ્પર્ધામાં ભાગ લેનારા લોકોએ મોકલેલા રંગોળીના વીડિયો સંદેશ ડિજિટલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાંથી આવેલી રંગોળીઓને હજારો લોકોનો પ્રતિસાદ મળ્યો હતો. દરેક રંગોળી પોતાની આગવી વિશેષતા ધરાવતી હતી અને સ્પર્ધકોએ ખૂબ સુંદર રીતે પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.

શ્રેષ્ઠ રંગોળીઓની પસંદગી

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ લોકોની રંગોળીઓ સુંદર હતી, પરંતુ તેમાંથી કેટલીક રંગોળીઓ પોતાની વિશિષ્ટતા અને કલાત્મકતાને કારણે અલગ તરી આવી હતી. આવી શ્રેષ્ઠ રંગોળીઓને સંદેશ ડિજિટલ દ્વારા પસંદ કરવામાં આવી છે. સ્પર્ધા દરમિયાન દરરોજની શ્રેષ્ઠ રંગોળીની પણ પસંદગી કરવામાં આવી છે.

રંગોળી સ્પર્ધાના વિજેતાઓની યાદી

સંદેશ ડિજિટલ દ્વારા આયોજિત આ રંગોળી સ્પર્ધાનું પરિણામ આજે સાંજે 6 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે.

તારીખ: 9 નવેમ્બર, 2026

  • રીયા સોનાર, ઘોડાસર
  • હેની પટેલ , ચાંદખેડા
  • દવે કિંજલ પારસ કુમાર, અમદાવાદ

તારીખ: 10 નવેમ્બર, 2026

  • મિલ કવા. ગાંધીનગર
  • મેઘના જોષી
  • શિતલ સુરત
  • ભવ્ય ડોબરીયા, કામરેજ સુરત
  • બ્રિજેશ ભાંગડીયા , રાજકોટ
  • મીત વ્યાસ , રાજકોટ 

તારીખ: 11 નવેમ્બર, 2026

  • અમૃતા દાસરામ , થલતેજ અમદાવાદ
  • કૈલા વિવેક , મહેન્દ્રનગર મોરબી
  • કૃષ્ણા સુતરીયા , અમદાવાદ
  • ==" target="_blank">દિવ્યેશ ગામિત
  • મયૂરી વ્યાસ
  • પ્રિયલ પંચાલ ,અમદાવાદ શાહપુર

તારીખ: 12 નવેમ્બર, 2026

  • ડાભી કિંજલ ભરતભાઈ , ધ્રાંગધ્રા
  • વિશ્વા પારેખ , મહેમદાબાદ
  • ધ્રૂવી એસ ખેર્ , અમરેલી
  • રચના, રાજકોટ
  • અમી ધામેસિયા
  • અમૃતા દાસારામ , થલતેજ


આ પણ વાંચો: Bhavnagar News: મહુવામાં વડલી ચોકડી પાસે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, એક યુવકનું મોત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0