Sandesh Digital Diwali Rangoli Competitionને મળ્યો હજારો લોકોનો પ્રતિસાદ, આજે સાંજે 6 વાગ્યે જાહેર થશે પરિણામ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના તહેવારો દરમિયાન રંગોળીનું વિશેષ મહત્વ હોય છે. દિવાળીમાં લોકો પોતાના ઘરને રંગોળીથી સજાવે છે અને વિવિધ પ્રકારની આકર્ષક રંગોળીઓ બનાવે છે. આ પરંપરાને પ્રોત્સાહન આપવા અને રંગોળીની વિશેષ કલાને બિરદાવવાના હેતુથી સંદેશ ડિજિટલ દ્વારા દિવાળી નિમિત્તે વિશેષ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
9થી 13 નવેમ્બર દરમિયાન યોજાઈ સ્પર્ધા
સંદેશ ડિજિટલ દ્વારા 9થી 13 નવેમ્બર દરમિયાન દિવાળીના તહેવારોમાં રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી અનેક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધકોએ પોતાની બનાવેલી રંગોળીના વીડિયો સંદેશ ડિજિટલને મોકલ્યા હતા.
સોશિયલ મીડિયા પર રજૂ કરાઈ રંગોળીઓ
સ્પર્ધામાં ભાગ લેનાર લોકોએ મોકલેલા રંગોળીના વીડિયો સંદેશ ડિજિટલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાંથી આવેલી રંગોળીઓને હજારો લોકોનો પ્રતિસાદ મળ્યો હતો. દરેક રંગોળી પોતાની આગવી વિશેષતા ધરાવતી હતી અને સ્પર્ધકોએ ખૂબ સુંદર રીતે પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.
શ્રેષ્ઠ રંગોળીઓની પસંદગી
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ લોકોની રંગોળીઓ સુંદર હતી, પરંતુ તેમાંથી કેટલીક રંગોળીઓ પોતાની વિશિષ્ટતા અને કલાત્મકતાને કારણે અલગ તરી આવી હતી. આવી શ્રેષ્ઠ રંગોળીઓને સંદેશ ડિજિટલ દ્વારા પસંદ કરવામાં આવી છે. સ્પર્ધા દરમિયાન દરરોજની શ્રેષ્ઠ રંગોળીની પણ પસંદગી કરવામાં આવી છે.આજે સાંજે 6 વાગ્યે પરિણામ જાહેર થશે
સંદેશ ડિજિટલ દ્વારા આયોજિત આ રંગોળી સ્પર્ધાનું પરિણામ આજે સાંજે 6 વાગ્યે જાહેર કરવામાં આવશે. સ્પર્ધામાં પસંદ કરાયેલી શ્રેષ્ઠ રંગોળીઓ અને વિજેતાઓ અંગેની વિગતો જાણવા માટે દર્શકો અને સ્પર્ધકોએ સંદેશ ડિજિટલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવાનું રહેશે.સૌની નજર આજે સાંજે જાહેર થનારા પરિણામ પર
રંગોળીની કલાને પ્રોત્સાહન આપવાના આ વિશેષ પ્રયાસમાં રાજ્યભરમાંથી મળેલા ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ બાદ હવે સૌની નજર આજે સાંજે જાહેર થનારા પરિણામ પર છે..
આ પણ વાંચો : Cyclone Akvan Live : ભીષણ વાવાઝોડા અકવાનનું લેન્ડફોલ શરૂ, આગામી 3 કલાક સુધી ચાલશે ભારે તોફાન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

