Sabarkantha Palika Election 2025 : વિજયનગર, પોશીના, પ્રાંતિજમાં યોજાશે તાલુકા પંચાયતની ચૂંટણી
ગુજરાતમાં એક મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ છે જે અંતર્ગત 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તેમજ 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાનાર છે જોકે ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ સહિત કોંગ્રેસે જીતના દાવા રજૂ કર્યા છે. 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગુજરાત વર્મા જૂનાગઢ મહાનગરપાલિકા સહિત તમામ જિલ્લાઓની 66 જેટલી નગરપાલિકાઓમાં આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોટાભાગની નગરપાલિકાઓ ભાજપ શાસિત છે ત્યારે ચૂંટણી જાહેર થતા ની સાથે જ ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા આજથી જ હાર જીતના દાવાઓ રજૂ કરાયા છે. જોકે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા પ્રાંતિજ સહિત તલોદ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરાઈ છે. ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપનું શાસ સાથો સાથ ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે ભાજપ શાસિત આ ત્રણેય નગરપાલિકાઓ આગામી સમયમાં પણ ભાજપની બની રહે તે માટે અત્યારથી જ પ્રયાસ શરૂ કરાયું છે તેમજ ભાજપે પોતાના કામ અંતર્ગત આ વખતે ફરી એકવાર ભાજપ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વિજેતા બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ખેડબ્રહ્મા નગરપાલિકા સીટ પર 7 વોર્ડ પર ફોર્મ ભરાશે અને તેના થકી જીત માટે તૈયારીઓ કરાશે 7 વોર્ડના 17962 જેટલા મતદાતાઓને રીઝવવા માટે ની તૈયારીઓ હાથ ધરાશે. જોકે ખેડબ્રહ્મા શહેરના પ્રમુખ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે વિકાસમાં આમે આગળ વધ્યા છીએ અને જીત માટે પણ વિકાસ અને પાણી માટેના પ્રશ્નો દૂર કરીશું. અમિત શર્મા, કોંગ્રેસ શહેર પ્રમુખ જોકે આજે જાહેર થયેલી નગરપાલિકાઓની ચૂંટણી અંતર્ગત નગરપાલિકા માં છેલ્લા કેટલાક સમયથી ભાજપ સાથે બની છે ત્યારે આજે જાહેર થયેલી ખેડબ્રહ્માન નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસે પણ ફરી એકવાર જીતનો આશાવાદી વ્યક્ત કર્યો છે ગત ચૂંટણીમાં એક વોર્ડ થકી ભાજપની હાર થઈ હતી ત્યારે આ વખતે ભ્રષ્ટાચાર સહિત વિવિધ કામો અંતર્ગત કોંગ્રેસ ફરીથી સત્તા પર આવશે તેવું આશાવાદ વ્યક્ત કર્યો છે.જોકે આગામી સમયમાં ખેડબ્રહ્મા નગરપાલિકામાં સત્તાનું સર્કસ કોની પાસે રહેશે એ તો આગામી સમય બતાવશે પરંતુ અત્યારથી જ ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ પક્ષોમાં રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.બિન અનામત પેટાચૂંટણી યોજાશેસાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ચૂંટણીઓમાં ત્રણ તાલુકા પંચાયતની ચાર બેઠકો માટે પેટા ચૂંટણી અને ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે.વિજયનગર તાલુકા પંચાયતની બાલેટા બેઠક (અનુસૂચિત આદિજાતિ) અને ચિઠોડા બેઠક (અનુસૂચિત આદિજાતિ મહિલા), પોશીના તાલુકા પંચાયતની વીછી બેઠક (અનુસૂચિત આદિજાતિ) અને પ્રાંતિજ તાલુકા પંચાયતની ઘડી બેઠક (બિન અનામત) માટે પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી અંગેનો કાર્યક્રમ તા.ર૧ જાન્યુઆરી-ર૦રપ - આદર્શ આચારસંહિતા લાગુ તા.ર૭ જાન્યુઆરી-ર૦રપ - ચૂંટણી અંગેનું જાહેરનામું તા.૦૧ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ તા.૦૩ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર ચકાસણી તા.૦૪ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારી પરત ખેંચવાની તારીખ તા.૧૬ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૭-૦૦થી ૬-૦૦ મતદાન તા.૧૭ ફેબ્રુઆરી-ર૦રપ - જરૂર પડે પુનઃ મતદાન તા.૧૮ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૯-૦૦ કલાકથી નિર્ધારીત સ્થળે મત ગણતરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં એક મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ છે જે અંતર્ગત 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તેમજ 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાનાર છે જોકે ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ સહિત કોંગ્રેસે જીતના દાવા રજૂ કર્યા છે.
16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે
જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગુજરાત વર્મા જૂનાગઢ મહાનગરપાલિકા સહિત તમામ જિલ્લાઓની 66 જેટલી નગરપાલિકાઓમાં આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોટાભાગની નગરપાલિકાઓ ભાજપ શાસિત છે ત્યારે ચૂંટણી જાહેર થતા ની સાથે જ ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા આજથી જ હાર જીતના દાવાઓ રજૂ કરાયા છે. જોકે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા પ્રાંતિજ સહિત તલોદ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરાઈ છે.
ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપનું શાસ
સાથો સાથ ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે ભાજપ શાસિત આ ત્રણેય નગરપાલિકાઓ આગામી સમયમાં પણ ભાજપની બની રહે તે માટે અત્યારથી જ પ્રયાસ શરૂ કરાયું છે તેમજ ભાજપે પોતાના કામ અંતર્ગત આ વખતે ફરી એકવાર ભાજપ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વિજેતા બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. ખેડબ્રહ્મા નગરપાલિકા સીટ પર 7 વોર્ડ પર ફોર્મ ભરાશે અને તેના થકી જીત માટે તૈયારીઓ કરાશે 7 વોર્ડના 17962 જેટલા મતદાતાઓને રીઝવવા માટે ની તૈયારીઓ હાથ ધરાશે. જોકે ખેડબ્રહ્મા શહેરના પ્રમુખ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે વિકાસમાં આમે આગળ વધ્યા છીએ અને જીત માટે પણ વિકાસ અને પાણી માટેના પ્રશ્નો દૂર કરીશું.
અમિત શર્મા, કોંગ્રેસ શહેર પ્રમુખ
જોકે આજે જાહેર થયેલી નગરપાલિકાઓની ચૂંટણી અંતર્ગત નગરપાલિકા માં છેલ્લા કેટલાક સમયથી ભાજપ સાથે બની છે ત્યારે આજે જાહેર થયેલી ખેડબ્રહ્માન નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસે પણ ફરી એકવાર જીતનો આશાવાદી વ્યક્ત કર્યો છે ગત ચૂંટણીમાં એક વોર્ડ થકી ભાજપની હાર થઈ હતી ત્યારે આ વખતે ભ્રષ્ટાચાર સહિત વિવિધ કામો અંતર્ગત કોંગ્રેસ ફરીથી સત્તા પર આવશે તેવું આશાવાદ વ્યક્ત કર્યો છે.જોકે આગામી સમયમાં ખેડબ્રહ્મા નગરપાલિકામાં સત્તાનું સર્કસ કોની પાસે રહેશે એ તો આગામી સમય બતાવશે પરંતુ અત્યારથી જ ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ પક્ષોમાં રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.
બિન અનામત પેટાચૂંટણી યોજાશે
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ચૂંટણીઓમાં ત્રણ તાલુકા પંચાયતની ચાર બેઠકો માટે પેટા ચૂંટણી અને ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે.વિજયનગર તાલુકા પંચાયતની બાલેટા બેઠક (અનુસૂચિત આદિજાતિ) અને ચિઠોડા બેઠક (અનુસૂચિત આદિજાતિ મહિલા), પોશીના તાલુકા પંચાયતની વીછી બેઠક (અનુસૂચિત આદિજાતિ) અને પ્રાંતિજ તાલુકા પંચાયતની ઘડી બેઠક (બિન અનામત) માટે પેટાચૂંટણી યોજાશે.
ચૂંટણી અંગેનો કાર્યક્રમ
તા.ર૧ જાન્યુઆરી-ર૦રપ - આદર્શ આચારસંહિતા લાગુ
તા.ર૭ જાન્યુઆરી-ર૦રપ - ચૂંટણી અંગેનું જાહેરનામું
તા.૦૧ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ
તા.૦૩ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર ચકાસણી
તા.૦૪ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારી પરત ખેંચવાની તારીખ
તા.૧૬ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૭-૦૦થી ૬-૦૦ મતદાન
તા.૧૭ ફેબ્રુઆરી-ર૦રપ - જરૂર પડે પુનઃ મતદાન
તા.૧૮ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૯-૦૦ કલાકથી નિર્ધારીત સ્થળે મત ગણતરી