Sabarkantha News : જાદર ગામમાં બે સરકારી આવાસ સ્થળ પરથી ગાયબ, કૌભાંડની તપાસના કડક આદેશ અપાયા

May 14, 2026 - 15:30
Sabarkantha News : જાદર ગામમાં બે સરકારી આવાસ સ્થળ પરથી ગાયબ, કૌભાંડની તપાસના કડક આદેશ અપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સરકારી કામગારીમાં ભ્રષ્ટાચારના તો અનેક દાખલા સામે આવી રહ્યાં છે છતાંય એવું કહેવાય છે કે, રાજ્યમાં ઝીરો ટોલરન્સની નીતિ છે. સાબરકાંઠાના જાદર ગામમાં વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકના આવાસ સ્થળ પરથી ગાયબ થઈ ગયા હોવાની વિગતો સામે આવી છે. આ કૌભાંડનો વીડિયો વાયરલ થયા બાદ જાદર ગામ ફરી વિવાદમાં આવ્યું છે. સમગ્ર કૌભાંડને લઈને તાલુકા વિકાસ અધિકારીએ તપાસના કડક આદેશ આપ્યા છે.

JCB ફેરવી કાટમાળ હટાવી દેવાયો હોવાની લોકમુખે ચર્ચા

સાબરકાંઠાના ઈડર તાલુકાના જાદર ગામમાં વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકના બે સરકારી આવાસ ગાયબ થવાનો મામલો ચર્ચામાં છે. ગતરોજ આ કૌભાંડનો એક વીડિયો વાયરલ થયો હતો. વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકના ક્વાર્ટર સ્થળ પરથી ગાયબ થતાં અનેક સવાલો ઉભા થયા હતાં. સમગ્ર બાબતે લેખિત રજૂઆત બાદ ઈડર તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. પ્રાંત અધિકારીના પત્ર બાદ સાત દિવસમાં અહેવાલ રજૂ કરવા સૂચના અપાઈ છે.

તાલુકા વિકાસ અધિકારીએ તપાસના કડક આદેશ આપ્યા

જાદર ગામની વચ્ચે આવેલા સરકારી ક્વાર્ટર કોણે તોડ્યા તેની ચર્ચાએ જોર પકડ્યું છે. આ મુદ્દે જાદર ગ્રામ પંચાયત દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, ક્વાર્ટર પંચાયત હસ્તક નહોતા અને અમે તોડ્યા નથી.હાલ સ્થળ ઉપર બંને ક્વાર્ટરનું કોઈ અસ્તિત્વ નથી અને જમીન ખુલ્લી જોવા મળી છે. જેસીબીથી ક્વાર્ટર તોડી કાટમાળ હટાવાયો હોવાની ગામમાં ચર્ચા ચાલી રહી છે. સરકારી મિલકતને નુકસાન કરનાર સામે કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છે. તપાસ અહેવાલ આવ્યા બાદ નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી થશે.

આ પણ વાંચોઃ Ahmedabad News: છેલ્લા ત્રણ દિવસથી સર્વર ખોટકાતા RTOમાં વાહનોની દોઢ લાખ અરજી અટવાઈ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0