Sabarkantha News : સાબરકાંઠાના ઈડરમાં 2 હવસખોરે સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ, ગ્રામ્ય વિસ્તારમાં બની ઘટના
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠાના ઇડરમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના બની છે, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા હતી અને તે દરમિયાન બે શખ્સોએ ભેગા મળીને ફોસલાવાની તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે, તો સગીરાએ તેના માતા-પિતાના સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સગીરાને અડપલા કર્યા હોવાની વાત પણ સામે આવી છે.
ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર નરાધમોએ આચર્યું દુષ્કર્મ
ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે, અને જાદર પોલીસ મથકે સગીરાના પિતાએ નરાધમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ નોંધાવી છે, અનિલસિંહ સોલંકી, અને જયદીપસિંહ સોલંકી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, તો સગીરાને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, તો જાદર પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે. સગીરાનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે અને તેને સારવાર હેઠળ ખસેડાઈ છે.
21 દિવસ અગાઉ પણ ઈડરમાં બની હતી દુષ્કર્મની ઘટના
ઈડર તાલુકાની સગીરાને વર્ષ 2015થી દુષ્કર્મ આચરી ફોટા વીડિયો ઉતારી દસ વર્ષથી બ્લેકમેઈલ કરી રહેલ ઈડરના ઠક્કર બાપા આશ્રમ પાછળ છાપરીયા વાસ નં- 2 માં રહેતા શખ્સ વિરુદ્ધ ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2021માં ઈડરની એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરી વીડિયો ઉતારી લીધો હતો અને આ વીડિયો આધારે બ્લેકમેઈલ કરી વર્ષ 2024માં અલગ-અલગ હોટલમાં અવારનવાર લઈ જઈ દુષ્કર્મ આચરતો રહ્યો હતો. છોકરીએ ફરિયાદ નોંધાવતા પોલીસે મેહુલ ઓળખાભાઈ પરમાર વિરુદ્ધ પોક્સો, દુષ્કર્મ, બ્લેકમેલીંગ સહિતનો ગુનો નોંધ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

