Sabarkantha : 990 રૂપિયા ભાવ ફેર આપવા છતાં પશુપાલકો નારાજ, 20થી 25 ટકા ભાવ ફેર આપવાની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાં સાબર ડેરીના વાઈસ ચેરમેન અને ડિરેક્ટરની 990 રૂપિયા મુજબ ભાવફેર આપવાની જાહેરાત કરાયા બાદ પણ પશુપાલકોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. સાબરડેરીના ડિરેક્ટર અને લાલપુર દૂધ ડેરીના ચેરમેન અશોક પટેલના ગામમાં જ દૂધ બંધ છે. અશોક પટેલના ગામમાં પશુપાલકો ડેરીના નિર્ણયથી અસંતુષ્ટ છે.
પશુપાલકોની 20થી 25 ટકા ભાવ ફેરની માગ
સેક્રેટરીએ માગ કરી છે કે દિનપ્રતિદિન વધતી મોંઘવારી વચ્ચે ભાવફેરમાં વધારો મળવો જોઈએ. પશુપાલકો મોંઘવારી સામે પશુપાલનનો વ્યવસાય કરવા 20થી 25 ટકા ભાવફેરની માગ કરી રહ્યા છે. વાઈસ ચેરમેન અને ડિરેક્ટરની જાહેરાત બાદ પણ સેક્રેટરી પશુપાલકોને સમજાવવા પ્રયાસો હાથ ધર્યા છે. પશુપાલકોને દૂધ ભરાવવા માટેની સમજાવટ બાદ પણ પોતાની જીદ પર અડગ જોવા મળી રહ્યા છે. સાબરદાણ, ખારદાણ, મકાઈ ભરડો સહિતના ભાવમાં વધારો થયો છે.
પશુપાલકોને દૂધ ભરાવવા સમજાવ્યા છતાં રોષ યથાવત
સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર સતત ત્રીજા દિવસે પણ દૂધની રેલમછેલ જોવા મળી છે. વાઈસ ચેરમને દ્વારા 990 રૂપિયા ભાવફેરની જાહેરાત કરાયા બાદ પણ રોષ યથાવત છે. હિંમતનગર-વિજાપુર ડેરોલ નજીક ટેન્કરના વાલ્વ ખોલવામાં આવ્યા છે અને હજારો લીટર દૂધની નદીઓ રોડ પર વહેતી થઈ છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ભાવફેર ચૂકવવાની જાહેરાત કરાઈ છે. સાબર ડેરી દ્વારા ગયા વર્ષે 16.75 ટકા ભાવફેર ચૂકવાયો હતો. ચાલુ વર્ષે પશુપાલકો 20થી 25 ટકા સુધીના ભાવફેરની માગ કરી રહ્યા છે. સતત 3 દિવસથી સાબરડેરીમાં દૂધ ન ભરાવીને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે.
What's Your Reaction?






