Sabarkantha: 4 મ્યુલ એકાઉન્ટમાંથી 14 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને 14 લાખથી વધુની સાયબર ઠગાઈ સામે આવી

Sep 1, 2026 - 17:30
Sabarkantha: 4 મ્યુલ એકાઉન્ટમાંથી 14 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને 14 લાખથી વધુની સાયબર ઠગાઈ સામે આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમ સેલને કાયદાકીય અને ટેકનિકલ તપાસ દરમિયાન એક મોટું સાયબર રેકેટ પકડી પાડવામાં સફળતા મળી છે. સાઇબર શાખાની ટીમે 4 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં સામે આવ્યું હતું કે, આ તમામ 'મ્યુલ બેંક એકાઉન્ટ્સ' (બીજાના નામે ખોલાવેલા કે ભાડે રાખેલા ખાતાઓ) નો ઉપયોગ કરોડો રૂપિયાના અરાષ્ટ્રીય અને ગેરકાયદેસર વ્યવહારો માટે કરવામાં આવી રહ્યો હતો.

મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે ગેરકાયદે વ્યવહારો

આ ગેંગ દ્વારા સામાન્ય અને આર્થિક રીતે નબળા લોકોને રૂ. 1,000 થી લઈને રૂ. 10,000 સુધીની કમિશન કે ભાડાની લાલચ આપવામાં આવતી હતી. આ લાલચમાં આવીને લોકો પોતાના પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો આ સાયબર ઠગોને સોંપી દેતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ૪ બેંક ખાતાઓ મારફતે અત્યાર સુધીમાં રૂ. 14 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સાઇબર ફ્રોડ દ્વારા લોકો સાથે આચરાયેલી રૂ. 14 લાખથી વધુની સીધી છેતરપિંડીનો પણ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ખાતાઓનો મુખ્ય ઉપયોગ શેરબજારના ગેરકાયદેસર રમત ગણાતા 'ડબ્બા ટ્રેડિંગ' તેમજ સાઇબર ગુનાના નાણાંની હેરફેર માટે થતો હતો.

સાયબર ગેંગના 9 આરોપીઓ ઝડપાયા

સાબરકાંઠા પોલીસે આ ગુનાહિત નેટવર્ક સાથે સંકળાયેલા 9 મુખ્ય આરોપીઓની એકસાથે અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ કોઈને ભાડે આપનાર કે વેચનાર વ્યક્તિ પણ આ ગુનામાં ભાગીદાર ગણાશે અને તેની સામે પણ કાયદેસરની સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.પોલીસે જિલ્લાના તમામ નાગરિકોને અજાણ્યા વ્યક્તિઓને બેંક વિગતો, ઓટીપી કે ખાતાનો ઉપયોગ કરવા ન દેવા અપીલ કરી છે.

આ પણ વાંચો:Vadodara: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે આવશે વડોદરા, MSU ના પદવીદાન સમારંભમાં આપશે હાજરી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0