Sabarkantha: વિજયનગરના હરણાવ ડેમમાંથી પાણી છોડાયું
ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમનો એક દરવાજો ખોલાયો રાજસ્થાનના સરહદી વિસ્તારમાં વરસાદથી ડેમ છલકાયો અંતરિયાળ વિસ્તારોમાં પાણીના લેવલ ઉંચા આવશે સાબરકાંઠાના વિજયનગર તાલુકાનું હરણાવ ડેમનું પાણી છોડાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ હરણાવ ડેમનો એક દરવાજો ખોલાયો છે. પાણીની આવક થતાં 225 ક્યુસેક પાણી છોડાયું છે. રાજસ્થાન સરહદી વિસ્તારમાં નદીમાં અવિરત પ્રવાહના કારણે હરણાવ ડેમ ભરાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા ચોમાસુ સીઝનમાં પહેલીવાર ડેમનો એક દરવાજો ખોલાયો છે. આજુબાજુ અંતરિયાળ વિસ્તારોમાં પાણીના સ્તર ઊંચા આવશે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8માંથી 4 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિજયનગરના હરણાવ જળાશય 98 ટકા ભરાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ચોમાસામાં વિજયનગરનો હરણાવ જળાશય સૌથી વધુ 98 ટકા ભરાયો છે. જ્યારે બાકીના જળાશય જેમાં ગુહાઈ 32.75 ટકા, હાથમતી 36.57 ટકા, જવાનપુરા 7.63 ટકા ભરાયા છે. વરસાદ બંધ થવાને લઈને જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે પણ ઘટાડો થયો છે. જિલ્લામાં 24 કલાક દરમિયાન 3 મીમીથી 10 મીમી સુધી છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલો વરસાદ ખેડબ્રહ્મામાં 04 મીમી ઇડરમાં 04 મીમી હિંમતનગરમાં 10 મીમી તલોદમાં 03 મીમી સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક 32.75 ટકા ભરાયેલા ગુહાઈ જળાશયમાં 225 ક્યુસેક પાણીની આવક 36.57 ટકા ભરાયેલા હાથમતી જળાશયમાં 340 ક્યુસેક પાણીની આવક 7.63 ટકા ભરાયેલા જવાનપુરા બેરેજ 824 ક્યુસેક પાણીની આવક 824 ક્યુસેક પાણીની જાવક 98.65 ટકા ભરાયેલા હરણાવ જળાશયમાં 225 ક્યુસેક પાણીની આવક 63 ટકા ભરાયેલા ખેડવા જળાશયમાં 240 ક્યુસેક પાણીની આવક અને 240 ક્યુસેક પાણીની જાવક 41 ટકા ગોરઠીયા બેરેજમાં 1000 ક્યુસેક પાણીની આવક અને 1000 ક્યુસેક પાણીની જાવક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમનો એક દરવાજો ખોલાયો
- રાજસ્થાનના સરહદી વિસ્તારમાં વરસાદથી ડેમ છલકાયો
- અંતરિયાળ વિસ્તારોમાં પાણીના લેવલ ઉંચા આવશે
સાબરકાંઠાના વિજયનગર તાલુકાનું હરણાવ ડેમનું પાણી છોડાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ હરણાવ ડેમનો એક દરવાજો ખોલાયો છે. પાણીની આવક થતાં 225 ક્યુસેક પાણી છોડાયું છે. રાજસ્થાન સરહદી વિસ્તારમાં નદીમાં અવિરત પ્રવાહના કારણે હરણાવ ડેમ ભરાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા
ચોમાસુ સીઝનમાં પહેલીવાર ડેમનો એક દરવાજો ખોલાયો છે. આજુબાજુ અંતરિયાળ વિસ્તારોમાં પાણીના સ્તર ઊંચા આવશે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8માંથી 4 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિજયનગરના હરણાવ જળાશય 98 ટકા ભરાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ચોમાસામાં વિજયનગરનો હરણાવ જળાશય સૌથી વધુ 98 ટકા ભરાયો છે. જ્યારે બાકીના જળાશય જેમાં ગુહાઈ 32.75 ટકા, હાથમતી 36.57 ટકા, જવાનપુરા 7.63 ટકા ભરાયા છે. વરસાદ બંધ થવાને લઈને જળાશયોમાં પાણીની આવક ચાલી રહી છે પણ ઘટાડો થયો છે. જિલ્લામાં 24 કલાક દરમિયાન 3 મીમીથી 10 મીમી સુધી છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલો વરસાદ
- ખેડબ્રહ્મામાં 04 મીમી
- ઇડરમાં 04 મીમી
- હિંમતનગરમાં 10 મીમી
- તલોદમાં 03 મીમી
સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક
- 32.75 ટકા ભરાયેલા ગુહાઈ જળાશયમાં 225 ક્યુસેક પાણીની આવક
- 36.57 ટકા ભરાયેલા હાથમતી જળાશયમાં 340 ક્યુસેક પાણીની આવક
- 7.63 ટકા ભરાયેલા જવાનપુરા બેરેજ 824 ક્યુસેક પાણીની આવક 824 ક્યુસેક પાણીની જાવક
- 98.65 ટકા ભરાયેલા હરણાવ જળાશયમાં 225 ક્યુસેક પાણીની આવક
- 63 ટકા ભરાયેલા ખેડવા જળાશયમાં 240 ક્યુસેક પાણીની આવક અને 240 ક્યુસેક પાણીની જાવક
- 41 ટકા ગોરઠીયા બેરેજમાં 1000 ક્યુસેક પાણીની આવક અને 1000 ક્યુસેક પાણીની જાવક