Sabarkantha: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટનો મામલો, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

કહેવાય છે કે પૈસાએ પાપનું મૂળ છે, ત્યારે આવો જ કિસ્સો સાબરકાંઠાના પ્રાંતિજમાં નોંધાયો છે, જ્યાં દોઢ કરોડની લેવડદેવડ મામલે લૂંટનો તક્તો તૈયાર કરનારા બે આરોપીઓને પોલીસે ઝડપી લઈ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે.પ્રાંતિજ પોલીસ મથકે દોઢ કરોડની લૂંટ થયાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પ્રાંતિજના નેશનલ હાઈવે નંબર 48 નજીક દોઢ કરોડની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદી જ આરોપી નીકળતા સમગ્ર મામલો બનાવટી સાબિત થયું છે. પાંચ દિવસ અગાઉ પ્રાંતિજ પોલીસ મથકે દોઢ કરોડની લૂંટ થયાની અશ્વિન પટેલે ફરિયાદ નોંધાવી હતી, જોકે આ મામલે પોલીસે ઉલટ તપાસ કરતા તલોદના કેવિન મહેતા પાસેથી દોઢ કરોડની રકમ ધંધા માટે લેવાઈ હતી, જોકે અશ્વિન પટેલની આઈસીઆઇસીઆઈ બેન્કમાંથી રકમ લઈ જતી વખતે સમગ્ર પૈસા પોતાની પાસે રાખવા માટે કીમિયો ગઢ્યો હતો. ફરિયાદીની જ ઉલટ તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો જેમાં તેના ફોઈના દીકરા મહેશ પટેલની પણ સંડોવણી ખુલી હતી, જે અંતર્ગત દોઢ કરોડ રૂપિયા બેંકમાંથી લઈ આવી રહેલા અશ્વિન પટેલને સમગ્ર પૈસા પોતાની પાસે રાખવા માટે લૂંટનું તરકટ રચ્યું હતું, જેમાં તેની પોતાના ફોઈના દીકરાને ચોક્કસ હિસ્સો આપી સમગ્ર પૈસા બારોબાર કરી લેવા માટે પોતાની ગાડીનું ટાયર બદલતી વખતે અજાણ્યા બે ઈસમો દ્વારા પૈસા ભરેલા બે થેલા લઈ ફરાર થઈ જવાનું જણાવી પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી હતી, જોકે પોલીસે સમગ્ર મામલે જીણવટ ભરી તપાસ કરવાની સાથોસાથ ફરિયાદીની જ ઉલટ તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા સાથોસાથ પોલીસે આ મામલે અશ્વિન પટેલના પાસેથી મોબાઈલ ગાડી તેમજ તેની ફોઈના દીકરા મહેશ પટેલ પાસેથી દોઢ કરોડની રિકવરી કરતા સમગ્ર તરકટ રચાયું હોવાનું ખુલ્યું હતું, સાથોસાથ પોલીસે આ મામલે એક કરોડ 53 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની અટકાયત કરી તમામને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે, ત્યારે કહી શકાય કે પૈસા મેળવવાની લ્હાયમાં આજની તારીખે કલ્પી ન શકાય તેવા તરકટોને પણ અંજામ અપાતો હોય છે. 

Sabarkantha: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટનો મામલો, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કહેવાય છે કે પૈસાએ પાપનું મૂળ છે, ત્યારે આવો જ કિસ્સો સાબરકાંઠાના પ્રાંતિજમાં નોંધાયો છે, જ્યાં દોઢ કરોડની લેવડદેવડ મામલે લૂંટનો તક્તો તૈયાર કરનારા બે આરોપીઓને પોલીસે ઝડપી લઈ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે.

પ્રાંતિજ પોલીસ મથકે દોઢ કરોડની લૂંટ થયાની ફરિયાદ નોંધાઈ હતી

જેમાં પ્રાંતિજના નેશનલ હાઈવે નંબર 48 નજીક દોઢ કરોડની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદી જ આરોપી નીકળતા સમગ્ર મામલો બનાવટી સાબિત થયું છે. પાંચ દિવસ અગાઉ પ્રાંતિજ પોલીસ મથકે દોઢ કરોડની લૂંટ થયાની અશ્વિન પટેલે ફરિયાદ નોંધાવી હતી, જોકે આ મામલે પોલીસે ઉલટ તપાસ કરતા તલોદના કેવિન મહેતા પાસેથી દોઢ કરોડની રકમ ધંધા માટે લેવાઈ હતી, જોકે અશ્વિન પટેલની આઈસીઆઇસીઆઈ બેન્કમાંથી રકમ લઈ જતી વખતે સમગ્ર પૈસા પોતાની પાસે રાખવા માટે કીમિયો ગઢ્યો હતો.

ફરિયાદીની જ ઉલટ તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો

જેમાં તેના ફોઈના દીકરા મહેશ પટેલની પણ સંડોવણી ખુલી હતી, જે અંતર્ગત દોઢ કરોડ રૂપિયા બેંકમાંથી લઈ આવી રહેલા અશ્વિન પટેલને સમગ્ર પૈસા પોતાની પાસે રાખવા માટે લૂંટનું તરકટ રચ્યું હતું, જેમાં તેની પોતાના ફોઈના દીકરાને ચોક્કસ હિસ્સો આપી સમગ્ર પૈસા બારોબાર કરી લેવા માટે પોતાની ગાડીનું ટાયર બદલતી વખતે અજાણ્યા બે ઈસમો દ્વારા પૈસા ભરેલા બે થેલા લઈ ફરાર થઈ જવાનું જણાવી પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી હતી, જોકે પોલીસે સમગ્ર મામલે જીણવટ ભરી તપાસ કરવાની સાથોસાથ ફરિયાદીની જ ઉલટ તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પોલીસે બે આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા

સાથોસાથ પોલીસે આ મામલે અશ્વિન પટેલના પાસેથી મોબાઈલ ગાડી તેમજ તેની ફોઈના દીકરા મહેશ પટેલ પાસેથી દોઢ કરોડની રિકવરી કરતા સમગ્ર તરકટ રચાયું હોવાનું ખુલ્યું હતું, સાથોસાથ પોલીસે આ મામલે એક કરોડ 53 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની અટકાયત કરી તમામને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે, ત્યારે કહી શકાય કે પૈસા મેળવવાની લ્હાયમાં આજની તારીખે કલ્પી ન શકાય તેવા તરકટોને પણ અંજામ અપાતો હોય છે.