Sabarkantha: ધનસુરામાં વરસાદને કારણે થયેલા પાક નુકસાની સામે વળતર ચૂકવવા માંગ

ધનસુરા તાલુકામાં વરસાદના કારણે ખેતી પાકોમાં મોટું નુકસાન થયેલ છે. ખેડૂતોના ખેતર ઉપર જઈ રૂબરૂ સર્વે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ધનસુરા તાલુકામાં તમામ ગામડાઓમાં સતત વરસાદ ચાલુ હોવાના કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.ખેતીવાડીમાં ઉભા પાકમાં ખૂબ મોટું નુકસાન થયેલ છે. જેના માટે સર્વે કરવા સરકારનો આદેશ છે. મગફળીના પાકને નુકસાન હોવા છતાં અધિકારીઓ દ્વારા તેનું સર્વે કરવામાં આવતું નથી. ખાસ કરીને કોઈ પણ ખેતીવાડી નિષ્ણાત અધિકારીને કે વૈજ્ઞાનિકને પૂછવામાં આવે કે મગફળીના ઉભા પાકના ડોડવા જમીનમાંથી બહાર નીકળી જાયએ ફરીથી જમીનમાં બેસે ખરા! તેનું ઉત્પાદન આવે નહીં તો આ થયેલું નુકસાન હોવા છતાં તેનું નુકસાન ગણવામાં આવતું નથી. મગફળીના પાકમાં ડોડવા બહાર નીકળી ગયા છે એટલે મગફળી લીલી દેખાશે પરંતુ ઉત્પાદન મળશે નહીં. તેવી જ રીતે શાકભાજીમાં પણ ખૂબ જ નુકસાન થયેલ છે. કપાસના પાકમાં પણ નુકસાન થયેલ છે. તુવેરનો પાક બિલકુલ સાફ થઈ ગયેલ છે અને એરંડાનું 2 વખત વાવેતર કરવામાં આવ્યું પરંતુ બિયારણ બળી ગયેલ છે. કઠોળના પાકમાં પણ નુકસાન થયેલ છે. આ પ્રકારનું આખા ધનસુરા તાલુકામાં નુકસાન થયેલું છે. જેના માટે સર્વે કરાવવા અમારી માંગણી છે. તેનો અમલ કરવામાં નહીં આવે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડશે. તો ખેતર ઉપર રૂબરૂ મુલાકાત લઈ સર્વ કરવામાં આવે તે માટે તમામ લાગતા વળગતા અધિકારી ઓએ ખાસ નોંધ લેવી. આમ ભારતીય કિસાન સંઘ ધનસુરા તાલુકા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોને ન્યાય આપવા ગુહાર લગાવી છે.

Sabarkantha: ધનસુરામાં વરસાદને કારણે થયેલા પાક નુકસાની સામે વળતર ચૂકવવા માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધનસુરા તાલુકામાં વરસાદના કારણે ખેતી પાકોમાં મોટું નુકસાન થયેલ છે. ખેડૂતોના ખેતર ઉપર જઈ રૂબરૂ સર્વે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ધનસુરા તાલુકામાં તમામ ગામડાઓમાં સતત વરસાદ ચાલુ હોવાના કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ખેતીવાડીમાં ઉભા પાકમાં ખૂબ મોટું નુકસાન થયેલ છે. જેના માટે સર્વે કરવા સરકારનો આદેશ છે. મગફળીના પાકને નુકસાન હોવા છતાં અધિકારીઓ દ્વારા તેનું સર્વે કરવામાં આવતું નથી. ખાસ કરીને કોઈ પણ ખેતીવાડી નિષ્ણાત અધિકારીને કે વૈજ્ઞાનિકને પૂછવામાં આવે કે મગફળીના ઉભા પાકના ડોડવા જમીનમાંથી બહાર નીકળી જાયએ ફરીથી જમીનમાં બેસે ખરા! તેનું ઉત્પાદન આવે નહીં તો આ થયેલું નુકસાન હોવા છતાં તેનું નુકસાન ગણવામાં આવતું નથી. મગફળીના પાકમાં ડોડવા બહાર નીકળી ગયા છે એટલે મગફળી લીલી દેખાશે પરંતુ ઉત્પાદન મળશે નહીં. તેવી જ રીતે શાકભાજીમાં પણ ખૂબ જ નુકસાન થયેલ છે. કપાસના પાકમાં પણ નુકસાન થયેલ છે. તુવેરનો પાક બિલકુલ સાફ થઈ ગયેલ છે અને એરંડાનું 2 વખત વાવેતર કરવામાં આવ્યું પરંતુ બિયારણ બળી ગયેલ છે. કઠોળના પાકમાં પણ નુકસાન થયેલ છે. આ પ્રકારનું આખા ધનસુરા તાલુકામાં નુકસાન થયેલું છે. જેના માટે સર્વે કરાવવા અમારી માંગણી છે. તેનો અમલ કરવામાં નહીં આવે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડશે. તો ખેતર ઉપર રૂબરૂ મુલાકાત લઈ સર્વ કરવામાં આવે તે માટે તમામ લાગતા વળગતા અધિકારી ઓએ ખાસ નોંધ લેવી. આમ ભારતીય કિસાન સંઘ ધનસુરા તાલુકા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોને ન્યાય આપવા ગુહાર લગાવી છે.