Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલકાંડને પગલે PMJAYની સર્વગ્રાહી સમીક્ષા

ખ્યાતિ હોસ્પિટલકાંડ પછી ગુરુવારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-પીએમજેએવાયની સમીક્ષા માટે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ સરકારી તથા ખાનગી હોસ્પિટલોના નિષ્ણાત તબીબો સાથે બેઠક યોજી હતી, જેમાં કાર્ડિયોલોજી, ઓન્કોલોજી માટે નિયત થયેલી પ્રોસિજરમાં કેટલાંક સૂચનો ઉમેરવા નિર્ણય લેવાયો હતો.જે કાર્ડિયોલોજી તથા કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરીની બન્ને સુવિધાઓ સંલગ્ન ના થઈ શકે તેવું હોય તેવા સંજોગોમાં ઇમરજન્સી સારવાર માટે પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી પ્રોસિજર કરવા માન્યતા આપવામાં આવશે. તદુપરાંત ઓન્કોલોજીની રેડિયોથેરાપીની સુવિધા હોય તેવા જ સેન્ટરને એમ્પેનલ્ડ કરવા સૂચના અપાઇ છે.ઇમેજ ગાઈડેડ રેડિયેશન થેરાપી-આઇજીઆરટી માટે કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ-સીબીસીટીમાં ઇમેજ કિલોવોટમાં લેવાનું ફરજિયાત કરાયું છે. વધુમાં આ થેરાપી કયા કયા ટયૂમરમાં ઉપયોગમાં લઇ શકાશે તેની ગાઇડલાઇન બનાવાઈ છે. કેન્સરની કેટલીક ટ્રીટમેન્ટ માટે ટયૂમર બોર્ડનું સર્ટિફિકેટ લેવાનું ફરજિયાત કરાશે, જેના માટે આરોગ્ય વિભાગ દ્વારા ઓનલાઇન પોર્ટલ ઊભું કરાશે. નવી એસઓપી મુખ્ય બાળકો માટેના નિયોનેટલ કેર યુનિટમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન ફરજિયાત કરાયું છે. તદુપરાંત હોસ્પિટલ્સને પેકેજિસ-પ્રોસિજર માટે દેખાય તે રીતે સાઇનેજિસ મૂકવા સૂચના પણ અપાઇ છે. ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલે PMJAY કાર્ડ ધારકોની સાથે છેતરપિંડી કરી જરૂર ન હોય તો પણ સ્ટેન્ટ મૂકી દીધા અને કમાણી કરી હતી. જેમાં બે દર્દીના મોત થતા આખો ભાંડો ફૂટયો હતો.

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલકાંડને પગલે PMJAYની સર્વગ્રાહી સમીક્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિ હોસ્પિટલકાંડ પછી ગુરુવારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-પીએમજેએવાયની સમીક્ષા માટે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ સરકારી તથા ખાનગી હોસ્પિટલોના નિષ્ણાત તબીબો સાથે બેઠક યોજી હતી, જેમાં કાર્ડિયોલોજી, ઓન્કોલોજી માટે નિયત થયેલી પ્રોસિજરમાં કેટલાંક સૂચનો ઉમેરવા નિર્ણય લેવાયો હતો.

જે કાર્ડિયોલોજી તથા કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરીની બન્ને સુવિધાઓ સંલગ્ન ના થઈ શકે તેવું હોય તેવા સંજોગોમાં ઇમરજન્સી સારવાર માટે પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી પ્રોસિજર કરવા માન્યતા આપવામાં આવશે. તદુપરાંત ઓન્કોલોજીની રેડિયોથેરાપીની સુવિધા હોય તેવા જ સેન્ટરને એમ્પેનલ્ડ કરવા સૂચના અપાઇ છે.ઇમેજ ગાઈડેડ રેડિયેશન થેરાપી-આઇજીઆરટી માટે કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ-સીબીસીટીમાં ઇમેજ કિલોવોટમાં લેવાનું ફરજિયાત કરાયું છે. વધુમાં આ થેરાપી કયા કયા ટયૂમરમાં ઉપયોગમાં લઇ શકાશે તેની ગાઇડલાઇન બનાવાઈ છે. કેન્સરની કેટલીક ટ્રીટમેન્ટ માટે ટયૂમર બોર્ડનું સર્ટિફિકેટ લેવાનું ફરજિયાત કરાશે, જેના માટે આરોગ્ય વિભાગ દ્વારા ઓનલાઇન પોર્ટલ ઊભું કરાશે.

નવી એસઓપી મુખ્ય બાળકો માટેના નિયોનેટલ કેર યુનિટમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન ફરજિયાત કરાયું છે. તદુપરાંત હોસ્પિટલ્સને પેકેજિસ-પ્રોસિજર માટે દેખાય તે રીતે સાઇનેજિસ મૂકવા સૂચના પણ અપાઇ છે. ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલે PMJAY કાર્ડ ધારકોની સાથે છેતરપિંડી કરી જરૂર ન હોય તો પણ સ્ટેન્ટ મૂકી દીધા અને કમાણી કરી હતી. જેમાં બે દર્દીના મોત થતા આખો ભાંડો ફૂટયો હતો.