Sabarkanthaના ખેડબ્રહ્મામાં સાઢુએ જ સાઢુના ઘરમાં કરી ચોરી, દાગીના વેચવા જતા ઝડપાયા

Jun 5, 2025 - 08:30
Sabarkanthaના ખેડબ્રહ્મામાં સાઢુએ જ સાઢુના ઘરમાં કરી ચોરી, દાગીના વેચવા જતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠાના ખેડબ્રહ્માના વાસણા રોડ પરના જલારામ સોસાયટી નજીક રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી, પરીવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયો હોવાની તકનો લાભ ઉઠાવી સાઢુ એ પોતાના સાઢુ મકાનને નિશાન બનાવી 2 લાખ 50 કરતા વધુ રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો.

ખેડબ્રહ્મા તાલુકામાં ચોરીનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે

મકાન માલિકે ખેડબ્રહ્મા પોલીસ મથકે ચોરી થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અજાણ્યા ઇસમોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો જોકે સોનીને ત્યાં દાગીના વેચાણ માટે પહોંચેલો સાઢુ પોલીસને હાથ લાગ્યો છે, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ચોરીનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વાસણા રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં એક બંધ મકાનમાંથી 5.50 લાખથી વધુના મુદામાલની ચોરી થઈ હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે ચોરી કોઈ અજાણ્યા તસ્કરો નહીં, પરંતુ મકાન માલિકના સાઢુએ જ પોતાનાં સંબંધ માંજ ચોરી નો કાવતરું રચ્યું હતું.

દાગીના અને રોકડ મળી 5.50 લાખની ચોરી કરી

પહેલા થીજ કાવતરું રચ્યું કે પરિવાર લગ્ન પ્રસંગમાં જાય તે તકનો લાભ લઈને તસ્કરો ત્રાટક્યા, રોકડ અને દાગીના સહિત 5.50 લાખની વધુનો મુદ્દામાલની ચોરી થઈ, ઘટના ત્યારે બની જ્યારે મકાનમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગમાં ભાગ લેવા શહેર બહાર ગયો હતો. તસ્કરોએ બંધ મકાનનો લાભ ઉઠાવી અંદર પ્રવેશ કર્યો અને રોકડ રકમ તેમજ સોનાં-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. અંદાજે ₹2.50 લાખથી વધુની રોકડ તથા દાગીનાઓ મળીને કુલ ₹5.50 લાખથી વધુના મુદામાલની ઉઠાંતરી કરવામાં આવી હતી. તસ્કરો ઘરનો દરવાજો તોડી અંદર ઘૂસ્યા હતા અને તોફાની રીતે સમગ્ર ઘર ખંખેરી નાખ્યું હતું.

પોલીસે ઝડપ્યા શખ્સો, કડક પૂછપરછમાં ખુલ્યો કુટુંબી સંબંધ

મકાન માલિક સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા ખેડબ્રહ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તાત્કાલિક તપાસ શરૂ થઈ હતી. પોલીસ દ્વારા સોનીની દુકાનો પર નજર રાખવામાં આવી રહી હતી, ત્યારે દાગીનાની વેચાણ માટે આવેલા બે શખ્સો પોલીસના હાથ લાગ્યા. કડક પૂછપરછમાં ખુલ્યું કે ચોરી કરનારામાં મુખ્ય શખ્સ મકાન માલિકનો સાઢુ જ હતો. પરિવારજનો દ્વારા આવા કૃત્યની કોઈ કલ્પના પણ કરવામાં નહોતી, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ચોરી બાદ ભયનો માહોલ, પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો

ચોરીના બનાવ બાદ જલારામ સોસાયટી અને આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે વાસણા રોડ અને આસપાસના વિસ્તારોમાં રાત્રીકાળે પોલીસ પેટ્રોલિંગ બહુ ઓછું છે, જેના કારણે તસ્કરો માટે રસ્તો ખુલ્લો બની જાય છે. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હવે આરોપીને કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા ઈસમોની પણ તપાસ ચાલુ છે.

દાગીના વેચવા ગયા અને ઝડપાઈ ગયા

જોકે અંતરિયાળ વિસ્તારમાં મૂળ રાજસ્થાનના રહિશ તેમજ સાઢુના ઘરે ચોરીને અંજામ આપનાર બંને ઈસમોને જેલના સળિયા પાછળ ધકેલાયા છે સાથોસાથ ખેડબ્રહ્મા પોલિસે રોકડ રકમ સોના ચાંદીના દાગીના સહિત મુદામાલ રિકવર કરી આગળની વધુ તપાસ હાથધરી છે. મકાન માલિકે ખેડબ્રહ્મા પોલીસ મથકે નોંધાવેલ ચોરીની ફરિયાદ આધારે પોલીસે અલગ અલગ ટિમો બનાવી ઘરફોડ ચોરી કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. ખેડબ્રહ્મા પોલીસે નજીકના સોનીને ત્યાં દાગીના વેચાણ અર્થે પહોંચેલા બે શખ્સોની અટકાયત બાદ કડક પૂછપરછ હાથધરી હતી.

ઝડપાયેલ બંને આરોપીઓ...

દિનેશ પ્રજાપતિ, રહે. બિલ્ડા જોધપુર રાજસ્થાન

કોવિંદરામ ભાર્ગવ રહે. બિલ્ડા જોધપુર રાજસ્થાન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0