Rajkotમાં રિક્ષાચાલકનો આતંક આવ્યો સામે, એક વ્યક્તિને રિક્ષાથી કચડી નાખવાનો પ્રયાસ કરતો વીડિયો થયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ફરી એકવાર રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી પડી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ચાલુ રસ્તા પર રિક્ષાચાલકના આતંકનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં રિક્ષાચાલક એક વ્યક્તિને રિક્ષાથી કચડી નાખવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ ઘટના શહેરના નવાગામ સ્મશાન પાસે બની હતી.
નવગામ સ્મશાન પાસેનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
કોઈ બાબતે થયેલી બોલાચાલ બાદ રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે રિક્ષાચાલક એક વ્યક્તિને રિક્ષાથી ટક્કર મારીને તેને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન જે વ્યક્તિ પર હુમલો થઈ રહ્યો છે તેના હાથમાં પણ કોઈ વસ્તુ છે. જેના વડે તે રિક્ષાના કાચ પર હુમલો કરે છે. આ ઘટનાથી રસ્તા પર ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના વીડિયોએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે.
વાયરલ વીડિયોના આધારે કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી
વીડિયો વાયરલ થયા બાદ કુવાડવા પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે અને રિક્ષાચાલક તેમજ વીડિયોમાં દેખાતી અન્ય વ્યક્તિની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટના પાછળનું સાચું કારણ અને તેમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના જાહેરમાં બનતા ગુનાઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
What's Your Reaction?






