Rajkotમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને મોઢામાંથી આવેલ કોળિયો છીનવાયો,વાંચો Special Story
રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. પાક તૈયાર થઈને લણવાની અણી પર હતો ત્યારે જ એકસાથે વરસાદ ખાબકતા તુવેર, મરચી, ડુંગળી, કપાસ તેમજ મગફળીનો ઉભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો છે. જેથી સરકાર દ્વારા તાત્કાલીક પાકનું સર્વે કરાવી ખસહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સારો વરસાદ ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સો ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. અને મોટા ભાગનો વરસાદ બે દિવસના સમયગાળામાં જ પડતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ચડી ગયું જેથી તૈયાર થયેલ પાક બળી ગયો છે. ખેડૂતોની વ્યથા જાણવા સંદેશ જ્યારે ખેતરે પહોંચ્યું ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવેલ કે, મરચીના પાકનું વિઘે પંદરથી વિસ હજાર રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કરેલ હતું. અને પાકની માજવતના પગલે પાક લગભગ તૈયાર હતો એક વરસાદ બાદ પાક લણવાનો હતો. ત્યાં અતિવૃષ્ટિ થતા ખેતરોમાં પાણી ભરાય ગયા જેના કારણે ઉભા પાક પર પાણી ચડી ગયા. પાક બળી ગયો જે પાક લણવાનો હતો તે નજર ખેડૂતોની સામે સુકાવા લાગ્યો.મરચીના પાક જેવી જ પરિસ્થિતિ તુવેર, ડુંગળી, કપાસ અને મગફળીની પણ થઈ, એકબાજુ પાક અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં સુકાઈ ગયો અને જે પાક થશે તેનાથી મજૂરીનું વળતર પણ મળે તેમ નથી. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા હજુ સર્વે કરવાના પણ ઠેકાણા નથી. જેના કારણે ખેડૂતોમાં ખૂબ હતાશા ફેલાઈ છે. હવે આ પાક કાઢી બીજા પાકનું વાવેતર પણ કરે તો શિયાળું પાકનું વાવેતર ન કરી શકે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને વિઘે પંદરથી વિસ હજારની સહાય ચૂકવે તો જ ખેડૂત શિયાળું પાકનું સારી રીતે વાવેતર કરી શકે તેવી હાલત છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. પાક તૈયાર થઈને લણવાની અણી પર હતો ત્યારે જ એકસાથે વરસાદ ખાબકતા તુવેર, મરચી, ડુંગળી, કપાસ તેમજ મગફળીનો ઉભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો છે. જેથી સરકાર દ્વારા તાત્કાલીક પાકનું સર્વે કરાવી ખસહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં સારો વરસાદ
ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સો ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે. અને મોટા ભાગનો વરસાદ બે દિવસના સમયગાળામાં જ પડતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ચડી ગયું જેથી તૈયાર થયેલ પાક બળી ગયો છે. ખેડૂતોની વ્યથા જાણવા સંદેશ જ્યારે ખેતરે પહોંચ્યું ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવેલ કે, મરચીના પાકનું વિઘે પંદરથી વિસ હજાર રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કરેલ હતું. અને પાકની માજવતના પગલે પાક લગભગ તૈયાર હતો એક વરસાદ બાદ પાક લણવાનો હતો. ત્યાં અતિવૃષ્ટિ થતા ખેતરોમાં પાણી ભરાય ગયા જેના કારણે ઉભા પાક પર પાણી ચડી ગયા.
પાક બળી ગયો
જે પાક લણવાનો હતો તે નજર ખેડૂતોની સામે સુકાવા લાગ્યો.મરચીના પાક જેવી જ પરિસ્થિતિ તુવેર, ડુંગળી, કપાસ અને મગફળીની પણ થઈ, એકબાજુ પાક અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં સુકાઈ ગયો અને જે પાક થશે તેનાથી મજૂરીનું વળતર પણ મળે તેમ નથી. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા હજુ સર્વે કરવાના પણ ઠેકાણા નથી. જેના કારણે ખેડૂતોમાં ખૂબ હતાશા ફેલાઈ છે. હવે આ પાક કાઢી બીજા પાકનું વાવેતર પણ કરે તો શિયાળું પાકનું વાવેતર ન કરી શકે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને વિઘે પંદરથી વિસ હજારની સહાય ચૂકવે તો જ ખેડૂત શિયાળું પાકનું સારી રીતે વાવેતર કરી શકે તેવી હાલત છે.