Rajkotની પુષ્કરધામ પાસેની વૃંદાવન ડેરીમાં ગ્રાહકને થયો કડવો અનુભવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તહેવારોની સિઝનમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને તાજગી ચકાસવી કેટલી જરૂરી છે. તે સાબિત કરતો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. શહેરના પુષ્કરધામ વિસ્તાર પાસે આવેલી વૃંદાવન ડેરીમાંથી એક ગ્રાહકે ખરીદેલું કોલ્ડ્રિન્ક એક્સપાયરી ડેટ વીતી ગયેલું નીકળ્યું હતું. એક ગ્રાહકે વૃંદાવન ડેરીમાંથી એક જાણીતી કંપનીનું કોલ્ડ્રિન્ક ખરીદ્યું હતું. ઘરે જઈને જ્યારે તેણે તે પીણું પીવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો સ્વાદ અસામાન્ય લાગ્યો હતો.
ખરીદેલું કોલ્ડ્રીંક એક્ષપાયરી ડેટનું નીકળ્યું
શંકા જતાં ગ્રાહકે તેની એક્સપાયરી ડેટ તપાસી તો ખબર પડી કે પીણું લાંબા સમય પહેલા જ બગડી ગયું હતું અને તેની ઉપયોગ સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી. આ કડવા અનુભવ બાદ ગ્રાહકે તાત્કાલિક ડેરી પર પાછા જઈને અન્ય કોલ્ડ્રિન્ક્સની જાતે ચકાસણી કરી હતી. ગ્રાહકનો દાવો છે કે દુકાનમાં સ્ટોક કરાયેલા મોટાભાગના કોલ્ડ્રિન્ક્સ પણ એક્સપાયરી ડેટના હતા અથવા તો તેમની ડેટ નજીકના ભવિષ્યમાં જ પૂરી થવાની હતી.
ગ્રાહકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ બેદરકારી જોઈને ગ્રાહકે સમગ્ર ઘટનાનો એક વિડીયો બનાવ્યો હતો અને ડેરી સંચાલકોની બેદરકારીને ઉઘાડી પાડી હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેના પગલે ગ્રાહકોમાં આ ડેરી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. તહેવારોના સમયે જ્યારે લોકો મોટી માત્રામાં કોલ્ડ્રિન્ક્સ અને અન્ય પેકેજ્ડ ફૂડની ખરીદી કરતા હોય છે. ત્યારે આ કિસ્સો એક ચેતવણીરૂપ છે કે ગ્રાહકોએ હંમેશા કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા તેની મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ ચોક્કસપણે ચકાસી લેવી જોઈએ.
What's Your Reaction?






