Rajkotના પુનિત નગરના પાસે ભયજનક અકસ્માત, ટ્રકના ટાયર નીચે ફસાયો યુવકનો પગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ શહેરના પુનિત નગર વિસ્તાર પાસે આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ અકસ્માત ટ્રક અને બાઈક વચ્ચે થયો હતો. જે એટલો ભયાનક હતો કે બાઈક ચલાવી રહેલા યુવકનો પગ ટ્રકના ટાયર વચ્ચે ફસાઈ ગયો હતો. પુનિત નગર પાસે પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર યુવક રોડ પર પટકાયો અને તેનો એક પગ ટ્રકના વિશાળ ટાયર અને બોડી વચ્ચે ફસાઈ ગયો હતો.
ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકને ઈજા
પગ ફસાઈ જતાં યુવકની ચીસોથી આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને યુવકને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ પગ સખત રીતે ફસાયેલો હોવાથી તેને સરળતાથી બહાર કાઢી શકાયો નહોતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક ટ્રકને જેક વડે ઊંચો કરીને ભારે જહેમતે યુવકના ફસાયેલા પગને બહાર કાઢ્યો હતો.
ટ્રકમાં જેક મારીને બાઇક સવારનો પગ બહાર કઢાયો
ભારે જહેમત અને સમયસરની આ કામગીરીને કારણે આખરે ઈજાગ્રસ્ત યુવકનો પગ ટ્રકના ટાયરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. યુવકને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
What's Your Reaction?






