Rajkot : 'શૌર્યનું સિંદૂર લોકમેળો-2025'માં શહેર પોલીસ દ્વારા વ્યસન મુક્તિનો શુભ સંદેશ આપતાં પોસ્ટર્સ મુકાયા

Aug 15, 2025 - 01:30
Rajkot : 'શૌર્યનું સિંદૂર લોકમેળો-2025'માં શહેર પોલીસ દ્વારા વ્યસન મુક્તિનો શુભ સંદેશ આપતાં પોસ્ટર્સ મુકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટની શાન એવા “શૌર્યનું સિંદૂર લોકમેળો-2025”માં આ વર્ષે અનેક અવનવી બાબતો લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ભાતીગળ ગામઠી પ્રવેશદ્વાર હોય કે ડ્રોનનો ઉપયોગ, હસ્તકલા હાટમાં અવનવી કલાત્મક ચીજવસ્તુઓનું વેચાણ હોય કે વ્યસનમુક્તિનો સંદેશો આપતાં પોસ્ટર્સ. આ મેળામાં રાજકોટવાસીઓ માટે અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.

નાગરિકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી

લોકમેળાના વોચટાવર્સ પર ઠેર-ઠેર રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યસનમુક્તિના સંદેશા આપતાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, જેમાં “વ્યસન હાનિકારક છે”, “ઘરે ઘરે જાગૃતતા ફેલાવી રાજકોટ શહેરને વ્યસનમુક્ત બનાવીએ”, “નશામુક્તિ તેમજ ડ્રગ્સના ગુનાની માહિતી આપવા 1908 પર સંપર્ક કરો”, “ડ્રગ્સ તથા નશીલા પદાર્થોનું સેવન ફક્ત તમને જ નહીં તમારા પરિવારને પણ બરબાદ કરે છે”, “નશીલા પદાર્થ સામે મજબૂર નહીં મજબૂત બનો” સહિતના સંદેશાઓ થકી નાગરિકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

પોલીસ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ, વોચ ટાવર માટે અલાયદા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, આ લોકમેળામાં રાજકોટ તથા આસપાસના અનેક ગામના લોકો મહાલવા આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તથા સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ, વોચ ટાવર માટે અલાયદા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં નાની ઉંમરમાં જ યુવાનો વ્યસન અને નશીલા પદાર્થોનું સેવન કરતા હોય છે અને તેમની જીંદગીની સાથે સાથે પોતાના પરિવારને પણ જોખમમાં મુકતા હોય છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા વ્યસનમુક્તિના સંદેશ આપતા પોસ્ટર્સ મુકવામાં આવ્યા છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0