Rajkot: રીબડા ઈન્ડસ્ટ્રીઝ એરિયાની પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના કોટડાસાંગણી તાલુકામાં આવેલ શાપર-વેરાવળ પાસેના રીબડા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં આવેલી 'ઓમ પેકેજિંગ' નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા અને દોડધામ મચી ગઈ હતી.
રીબડા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આજે ભીષણ આગ
આગની ગંભીરતાને જોતા શાપર-વેરાવળ, ગોંડલ અને રાજકોટથી ફાયર ફાઇટરોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અંદાજે 30થી વધુ ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મોટી માત્રામાં જ્વલનશીલ પેકેજિંગ મટીરિયલ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી.
શોર્ટ સર્કિટનું અનુમાન
પ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કંપનીમાં રહેલો મશીનરી અને કાચો માલ બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું છે.
આ પણ વાંચો: Dwarka: કલ્યાણપુરના દેવળીયામાં ચોરીની અનોખી તરકીબ, ગેરેજ સંચાલકને વાતોમાં રાખી બે ગઠિયા 50 હજાર ચોરી ગયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

