Kheda: કપડવંજ APMCમાં ભાજપનો ભગવો લહેરાયો, નિલેશ પટેલ બિનહરીફ ચેરમેન અને દિનેશ પટેલ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડા જિલ્લાની અત્યંત મહત્વની ગણાતી કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની બીજી ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા આજે APMC ના હોલમાં યોજાઈ હતી. કપડવંજ APMC માં ભાજપની સ્પષ્ટ અને નિર્વિવાદ બહુમતી હોવાથી ચૂંટણી પ્રક્રિયા માત્ર ઔપચારિક બની રહી હતી.ભાજપ પ્રદેશ મોવડીમંડળ અને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમ મુજબ ભાજપે સત્તાવાર મેન્ડેડ જાહેર કર્યું હતું.
ચેરમેન અને વાઇસ ચેરમેન પદે બિનહરીફ ચૂંટણી
ભાજપના મેન્ડેડ અનુસાર ચેરમેન પદ માટે નિલેશભાઈ મણીભાઈ પટેલ ના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જ્યારે વાઇસ ચેરમેન પદ માટે દિનેશભાઈ રેવાભાઇ પટેલ નું નામ રજૂ કરાયું હતું. અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ન આવતાં બંને હોદ્દેદારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.અહીં નોંધનીય છે કે નવનિયુક્ત ચેરમેન નિલેશભાઈ પટેલ અગાઉ પણ કપડવંજ APMC ના ચેરમેન તરીકે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી ચૂક્યા છે, જ્યારે દિનેશભાઈ પટેલ આ વખતે પ્રથમ જ વાર ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને પક્ષે તેમના પર વિશ્વાસ મૂકીને સીધા વાઇસ ચેરમેનનું મહત્વનું પદ સોંપ્યું છે.
APMC ના તમામ 18 ડિરેક્ટરો હોલમાં હાજર રહ્યા
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કપડવંજ APMC ના તમામ 18 ડિરેક્ટરો હોલમાં હાજર રહ્યા હતા. વરણી પ્રક્રિયા વેળાએ કપડવંજ વિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અમિતસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.નવનિયુક્ત ચેરમેન નિલેશ પટેલે પક્ષના મોવડીમંડળનો આભાર માનતા જણાવ્યું હતું કે કપડવંજ પંથકના ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળે અને APMC માં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો: Jetpur: નવાગઢ ચોકડી પાસે પાણીના ટેન્કરે એક્ટિવાને કચડ્યું, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

