Rajkot: મહિલાઓના વીડિયોકાંડ મુદ્દે સાયબર ક્રાઇમ લાગી કામે, વિવિધ રાજ્યોમાં તપાસનો ધમધમાટ
રાજકોટના પાયલ હોસ્પિટલમાં સોનોગ્રાફી, ગાયનેક સારવારના મહિલાના વીડિયો યુટયુબ પર અપલોડ કર્યા મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે ત્રણ ટીમો બનાવી છે. ત્રણેય ટીમો અલગ અલગ રાજ્યોમાં તપાસ માટે પહોંચી છે.સાયબર ક્રાઇમની ત્રણ ટીમોએ વિવિધ રાજ્યોમાં તપાસ શરૂ કરીઆધુનિકતા અને ટેક્નોલોજી કેટલી વિનાશક છે આજે એનો જીવતો પુરાવો સામે આવ્યો છે. માણસની વિકૃતિ ક્યાં હદ સુધી જઈ શકે એનો આપણે કોઈ અંદાજો પણ નથી લગાવી શકતા. મેઘા MBBS નામની યુટ્યૂબ ચેનલ અને મેઘા ડિમોસ ગૃપ નામની ટેલિગ્રામ ચેનલમાં મહિલાઓની જાણ બહારના અંગત CCTV ફૂટેજનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે. જેમાં ખાનગી બાથરૂમ, જાહેર બાથરૂમ, ગાયનેક હોસ્પિટલ અને એટલું જ નહીં નદીઓમાં ધાર્મિક સ્નાન દરમિયાનના મહિલાઓના વીડિયો પણ મૂકવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત તો એ સામે આવી કે, આમાં રાજકોટની એક હોસ્પિટલના મહિલાઓના ચેકઅપના વીડિયો પણ મૂકવામાં આવ્યા છે. હોસ્પિટલના CCTV હેક કરી વીડિયો વાયરલ કર્યાની શક્યતામહિલાઓના વાયરલ વીડિયો મુદ્દે અમદાવાદ સાયબર ક્રાઇમે ત્રણ ટીમો બનાવીને વિવિધ રાજ્યોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહિલાઓના અર્ધનગ્ન વીડિયો વાયરલ કરીને 900-3000 રૂપિયામાં વેચવાના કૌભાંડ મામલે યુટ્યુબ અને ટેલિગ્રામના હેન્ડલરને પકડવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમો કામે લાગી છે. હોસ્પિટલના CCTV હેક કરી વીડિયો વાયરલ કર્યાની શક્યતા હોવાને લઇ તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.ચેનલ પર 900 થી 3000 રૂપિયામાં સબસ્ક્રિપ્શનનું કારસ્તાનઆ નરાધમોએ માત્ર હોસ્પિટલોના જ નહીં, જિમમાં જતી મહિલાઓના વીડિયો પણ વેચવા માટે મુક્યા છે. બાથરૂમમાં ગુપ્ત કેમેરા લગાવીને પણ વીડિયો રેકોર્ડ કરાયા છે. જિમ અને હોસ્પિટલોમાં મહિલાઓના વીડિયો રેકોર્ડ કરાય છે. સોશિયલ મીડિયા પર સબસ્ક્રિપ્શન સાથે વીડિયો વેચાય છે. આ હરકત કરનારાઓ સુધી સાઈબર ક્રાઈમ પહોંચે તે જરૂરી છે. મહિલાઓના ગુપ્ત વીડિયોના ઓનલાઈન સોદા થતા હોવાનો ખુલાસો થયો છે. આ ચેનલ પર 900 થી 3000 રૂપિયામાં સબસ્ક્રિપ્શન સાથે વીડિયો મળી જાય છે. મેઘા ડેમોઝ ગ્રુપ નામથી ટેલિગ્રામ પર વેચાય છે. ગુજરાત સહિત દેશનાં તમામ શહેરોમાં નેટવર્ક હોવાની આશંકા છે. મોલ, જિમ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળોના વીડિયોનો વ્યાપાર થાય છે. બ્યુટી પાર્લર, સલુન અને બાથરૂમના વીડિયોનો પણ વ્યાપાર થઈ રહ્યો છે. હોસ્પિટલના ડોક્ટરે વીડિયો હોસ્પિટલનો હોવાનું સ્વીકાર્યું મહિલા દર્દીની સારવારના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો થયો છે. મહિલાની સારવારનો વાયરલ વીડિયો રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાયલ હોસ્પિટલ પહોંચીને તપાસ શરુ કરી છે. હોસ્પિટલનું ઇન્ટિરિયર વીડિયો જેવું જ છે. હોસ્પિટલના ડોક્ટરે વીડિયો હોસ્પિટલનો હોવાનું સ્વીકાર્યું છે. CCTV હેક થયાનું ડોક્ટર અમિત દવેનું રટણ કરી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશ હસી રહ્યા છે, શરમ નથી આવતી. કંઇ જ ના થયું હોય તેમ હસી હસીને જવાબ આપી રહ્યા છે. સંદેશ ન્યૂઝે પુછ્યા સવાલ હોસ્પિટલના સત્તાધીશોએ મૌન ધારણ કર્યું છે. એક્ઝામિન રૂમ CCTV કેમેરા કોણે લગાવ્યા ? ડોક્ટરની જાણ બહાર વીડિયો ઉતર્યાનો સ્ટાફે દાવો કર્યો છે. વીડીયો વાયરલ થતાં જ કેમેરો કેમ કાઢી લેવામાં આવ્યો ? રાજકોટ હોસ્પિટલના CCTV બાદ આરોગ્ય વિભાગ હરકતમાં રાજકોટ હોસ્પિટલના CCTV બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી છે. ક્યાંય પણ આવો કેસ આવે તો તકેદારી રાખવા તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. દર્દીની ગોપનીયતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા સરકારી હોસ્પિટલો, CHC, PHC સેન્ટર માટે સૂચના અપાઇ છે. CCTVથી ગોપનિયતા ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઇ છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના પાયલ હોસ્પિટલમાં સોનોગ્રાફી, ગાયનેક સારવારના મહિલાના વીડિયો યુટયુબ પર અપલોડ કર્યા મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે ત્રણ ટીમો બનાવી છે. ત્રણેય ટીમો અલગ અલગ રાજ્યોમાં તપાસ માટે પહોંચી છે.
સાયબર ક્રાઇમની ત્રણ ટીમોએ વિવિધ રાજ્યોમાં તપાસ શરૂ કરી
આધુનિકતા અને ટેક્નોલોજી કેટલી વિનાશક છે આજે એનો જીવતો પુરાવો સામે આવ્યો છે. માણસની વિકૃતિ ક્યાં હદ સુધી જઈ શકે એનો આપણે કોઈ અંદાજો પણ નથી લગાવી શકતા. મેઘા MBBS નામની યુટ્યૂબ ચેનલ અને મેઘા ડિમોસ ગૃપ નામની ટેલિગ્રામ ચેનલમાં મહિલાઓની જાણ બહારના અંગત CCTV ફૂટેજનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે. જેમાં ખાનગી બાથરૂમ, જાહેર બાથરૂમ, ગાયનેક હોસ્પિટલ અને એટલું જ નહીં નદીઓમાં ધાર્મિક સ્નાન દરમિયાનના મહિલાઓના વીડિયો પણ મૂકવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત તો એ સામે આવી કે, આમાં રાજકોટની એક હોસ્પિટલના મહિલાઓના ચેકઅપના વીડિયો પણ મૂકવામાં આવ્યા છે.
હોસ્પિટલના CCTV હેક કરી વીડિયો વાયરલ કર્યાની શક્યતા
મહિલાઓના વાયરલ વીડિયો મુદ્દે અમદાવાદ સાયબર ક્રાઇમે ત્રણ ટીમો બનાવીને વિવિધ રાજ્યોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહિલાઓના અર્ધનગ્ન વીડિયો વાયરલ કરીને 900-3000 રૂપિયામાં વેચવાના કૌભાંડ મામલે યુટ્યુબ અને ટેલિગ્રામના હેન્ડલરને પકડવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમો કામે લાગી છે. હોસ્પિટલના CCTV હેક કરી વીડિયો વાયરલ કર્યાની શક્યતા હોવાને લઇ તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.
ચેનલ પર 900 થી 3000 રૂપિયામાં સબસ્ક્રિપ્શનનું કારસ્તાન
આ નરાધમોએ માત્ર હોસ્પિટલોના જ નહીં, જિમમાં જતી મહિલાઓના વીડિયો પણ વેચવા માટે મુક્યા છે. બાથરૂમમાં ગુપ્ત કેમેરા લગાવીને પણ વીડિયો રેકોર્ડ કરાયા છે. જિમ અને હોસ્પિટલોમાં મહિલાઓના વીડિયો રેકોર્ડ કરાય છે. સોશિયલ મીડિયા પર સબસ્ક્રિપ્શન સાથે વીડિયો વેચાય છે. આ હરકત કરનારાઓ સુધી સાઈબર ક્રાઈમ પહોંચે તે જરૂરી છે. મહિલાઓના ગુપ્ત વીડિયોના ઓનલાઈન સોદા થતા હોવાનો ખુલાસો થયો છે. આ ચેનલ પર 900 થી 3000 રૂપિયામાં સબસ્ક્રિપ્શન સાથે વીડિયો મળી જાય છે. મેઘા ડેમોઝ ગ્રુપ નામથી ટેલિગ્રામ પર વેચાય છે. ગુજરાત સહિત દેશનાં તમામ શહેરોમાં નેટવર્ક હોવાની આશંકા છે. મોલ, જિમ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળોના વીડિયોનો વ્યાપાર થાય છે. બ્યુટી પાર્લર, સલુન અને બાથરૂમના વીડિયોનો પણ વ્યાપાર થઈ રહ્યો છે.
હોસ્પિટલના ડોક્ટરે વીડિયો હોસ્પિટલનો હોવાનું સ્વીકાર્યું
મહિલા દર્દીની સારવારના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો થયો છે. મહિલાની સારવારનો વાયરલ વીડિયો રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાયલ હોસ્પિટલ પહોંચીને તપાસ શરુ કરી છે. હોસ્પિટલનું ઇન્ટિરિયર વીડિયો જેવું જ છે. હોસ્પિટલના ડોક્ટરે વીડિયો હોસ્પિટલનો હોવાનું સ્વીકાર્યું છે. CCTV હેક થયાનું ડોક્ટર અમિત દવેનું રટણ કરી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશ હસી રહ્યા છે, શરમ નથી આવતી. કંઇ જ ના થયું હોય તેમ હસી હસીને જવાબ આપી રહ્યા છે. સંદેશ ન્યૂઝે પુછ્યા સવાલ હોસ્પિટલના સત્તાધીશોએ મૌન ધારણ કર્યું છે. એક્ઝામિન રૂમ CCTV કેમેરા કોણે લગાવ્યા ? ડોક્ટરની જાણ બહાર વીડિયો ઉતર્યાનો સ્ટાફે દાવો કર્યો છે. વીડીયો વાયરલ થતાં જ કેમેરો કેમ કાઢી લેવામાં આવ્યો ?
રાજકોટ હોસ્પિટલના CCTV બાદ આરોગ્ય વિભાગ હરકતમાં
રાજકોટ હોસ્પિટલના CCTV બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી છે. ક્યાંય પણ આવો કેસ આવે તો તકેદારી રાખવા તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. દર્દીની ગોપનીયતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા સરકારી હોસ્પિટલો, CHC, PHC સેન્ટર માટે સૂચના અપાઇ છે. CCTVથી ગોપનિયતા ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઇ છે.