Rajkot: ગોંડલમાં હડકાયા શ્વાને 22થી વધુ લોકોને ભર્યા બચકા
ગોંડલ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અવાર નવાર રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. વિવિધ વિસ્તારમાં રખડતા શ્વાને અલગ અલગ 22થી વધુ લોકોને બાચકાં ભર્યા હતા. આ રખડતા શ્વાને નાના મોટા તેમજ મહિલાઓ સહીત 25-30 જેટલા લોકોને કરડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ગોંડલ શહેરમાં દિવસે ને દિવસે રખડતા શ્વાનના આતંક ને લઈને લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે ત્યારે ગોંડલના અલગ અલગ વિસ્તારમાં પાસે 22થી વધુ લોકોને હડકાયા શ્વાનએ બચકા ભર્યા છે. જુદા જુદા વિસ્તારમાં નાના બાળકોથી લઈને મહિલા,વૃધ્ધો સહિતના લોકોને હડકાયા શ્વાનએ બચકા ભરતા શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. હડકાયા શ્વાનએ બચકા ભરતા ઈજાગ્રસ્ત લોકોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ઈજાગ્રસ્તોની સારવાર દરમ્યાન સેવાભાવી શિવમ સાર્વજનીક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ ખડેપગે હાજર રહ્યા હતા. શહેરમાં દિવસેને દિવસે વધતા જતા હડકાયા શ્વાન કરડવાના બનાવોને લઈને લોકો રામ ભરોસે મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. હડકાયા શ્વાનના કરડવાના વધતા જતા બનાવો સામે જવાબદાર તંત્ર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.રખડતા શ્વાન આતંક સામે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રખડતા ઢોરના આતંકથી અનેક લોકોના જીવ ગયા છે તો અનેકને ઈજાઓ થવા પામી હતી. હવે હાલમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે શ્વાનના આતંકમાંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોંડલ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અવાર નવાર રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. વિવિધ વિસ્તારમાં રખડતા શ્વાને અલગ અલગ 22થી વધુ લોકોને બાચકાં ભર્યા હતા. આ રખડતા શ્વાને નાના મોટા તેમજ મહિલાઓ સહીત 25-30 જેટલા લોકોને કરડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ગોંડલ શહેરમાં દિવસે ને દિવસે રખડતા શ્વાનના આતંક ને લઈને લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે ત્યારે ગોંડલના અલગ અલગ વિસ્તારમાં પાસે 22થી વધુ લોકોને હડકાયા શ્વાનએ બચકા ભર્યા છે. જુદા જુદા વિસ્તારમાં નાના બાળકોથી લઈને મહિલા,વૃધ્ધો સહિતના લોકોને હડકાયા શ્વાનએ બચકા ભરતા શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. હડકાયા શ્વાનએ બચકા ભરતા ઈજાગ્રસ્ત લોકોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તોની સારવાર દરમ્યાન સેવાભાવી શિવમ સાર્વજનીક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ ખડેપગે હાજર રહ્યા હતા. શહેરમાં દિવસેને દિવસે વધતા જતા હડકાયા શ્વાન કરડવાના બનાવોને લઈને લોકો રામ ભરોસે મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. હડકાયા શ્વાનના કરડવાના વધતા જતા બનાવો સામે જવાબદાર તંત્ર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રખડતા શ્વાન આતંક સામે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રખડતા ઢોરના આતંકથી અનેક લોકોના જીવ ગયા છે તો અનેકને ઈજાઓ થવા પામી હતી. હવે હાલમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે શ્વાનના આતંકમાંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.