Rajkot: ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના, 4 લોકો પાણીમાં ડૂબ્યા
રાજકોટમાં ગણેશ વિસર્જન સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન કરતા સમયે 4 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. ભાવનગર હાઈવે પાસે ત્રંબા ગામ નજીક આ મોટી દુર્ઘટના બની છે. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો નથી.ત્રિવેણી નદીમાં 4 લોકો ગણેશ વિસર્જન સમયે ડૂબ્યા ત્રંબા ગામ નજીક ત્રિવેણી નદીમાં 4 લોકો ગણેશ વિસર્જન સમયે ડૂબ્યા હતા અને ગામના લોકોએ ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને એકને ગંભીર હાલતમાં હાલમાં રાજકોટમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવ બનતા જ ગામના સ્થાનિકે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી જતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.અલગ અલગ 7 સ્થળે ગણેશ વિસર્જનનું આયોજન તમને જણાવી દઈએ કે રાજકોટમાં આજે અલગ અલગ 7 સ્થળે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ભક્તોએ 10 દિવસ સુધી શ્રીજીની પુરા ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કર્યા બાદ આજે ભારે મનથી બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે. સવારે 10 વાગ્યે શ્રીજી પ્રતિમાનું ઉથાપન મુહૂર્ત પૂજન બાદ વિસર્જન માટે પ્રતિમાઓને લઈ જવામાં આવી રહી છે અને વાજતે ગાજતે લોકો શ્રીજીને વિદાય આપી રહ્યા છે. શહેરમાં અલગ અલગ 7 સ્થળે વિસર્જન માટે ફાયર સ્ટાફ, તરવૈયાઓ, જેસીબી, ક્રેન મશીનો મુકવામાં આવ્યા છે. સુરતના ઓલપાડ લાલવા તળાવમાં ગણેશ વિસર્જન સુરતમાં ઓલપાડના લાલવા તળાવમાં ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલપાડમાં 200થી વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન આ તળાવમાં કરવામાં આવશે. ઓલપાડ તાલુકાના ગામના તળાવો અને ડભારી અને મોર દરિયા કિનારે વિસર્જન કરવામાં આવશે. ત્યારે હાલમાં ઓલપાડમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 1 DYSP, 1 PI, 3 PSI સહિત 234 પોલીસકર્મીનો કાફલા ખડેપગે તૈનાત છે અને આજે મોડી રાત સુધી તાલુકામાં વિસર્જન કરવામાં આવશે. લોકો ગજાનનને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે અને તમને જણાવી દઈએ કે ગણેશ મહોત્સવને લઈ સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં ગણેશ વિસર્જન સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન કરતા સમયે 4 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. ભાવનગર હાઈવે પાસે ત્રંબા ગામ નજીક આ મોટી દુર્ઘટના બની છે. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો નથી.
ત્રિવેણી નદીમાં 4 લોકો ગણેશ વિસર્જન સમયે ડૂબ્યા
ત્રંબા ગામ નજીક ત્રિવેણી નદીમાં 4 લોકો ગણેશ વિસર્જન સમયે ડૂબ્યા હતા અને ગામના લોકોએ ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને એકને ગંભીર હાલતમાં હાલમાં રાજકોટમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવ બનતા જ ગામના સ્થાનિકે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી જતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
અલગ અલગ 7 સ્થળે ગણેશ વિસર્જનનું આયોજન
તમને જણાવી દઈએ કે રાજકોટમાં આજે અલગ અલગ 7 સ્થળે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ભક્તોએ 10 દિવસ સુધી શ્રીજીની પુરા ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કર્યા બાદ આજે ભારે મનથી બાપ્પાને વિદાય આપવામાં આવી રહી છે. સવારે 10 વાગ્યે શ્રીજી પ્રતિમાનું ઉથાપન મુહૂર્ત પૂજન બાદ વિસર્જન માટે પ્રતિમાઓને લઈ જવામાં આવી રહી છે અને વાજતે ગાજતે લોકો શ્રીજીને વિદાય આપી રહ્યા છે. શહેરમાં અલગ અલગ 7 સ્થળે વિસર્જન માટે ફાયર સ્ટાફ, તરવૈયાઓ, જેસીબી, ક્રેન મશીનો મુકવામાં આવ્યા છે.
સુરતના ઓલપાડ લાલવા તળાવમાં ગણેશ વિસર્જન
સુરતમાં ઓલપાડના લાલવા તળાવમાં ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલપાડમાં 200થી વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન આ તળાવમાં કરવામાં આવશે. ઓલપાડ તાલુકાના ગામના તળાવો અને ડભારી અને મોર દરિયા કિનારે વિસર્જન કરવામાં આવશે. ત્યારે હાલમાં ઓલપાડમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 1 DYSP, 1 PI, 3 PSI સહિત 234 પોલીસકર્મીનો કાફલા ખડેપગે તૈનાત છે અને આજે મોડી રાત સુધી તાલુકામાં વિસર્જન કરવામાં આવશે.
લોકો ગજાનનને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે અને તમને જણાવી દઈએ કે ગણેશ મહોત્સવને લઈ સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.