Rajkot કોર્ટે જમીન કૌંભાડ મામલે MLA સી.જે.ચાવડા વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢયું

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આરોપો લાગતા રાજકોટ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજે કોંગી આગેવાનો વિરુદ્ધ રાજકોટની કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યુ છે. જાણો શું હતો સમગ્ર કેસ આ કેસની હકીકત મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટ ભાજપના અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ સહારા ઈન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી રૂા. 500 કરોડથી વધારે રકમનું કૌભાંડ આચર્યુ હોવાના ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ ઉપનેતા શૈલેષ પરમાર અને કોંગ્રેસ પક્ષના તાત્કાલીન દંડક સી.જે. ચાવડાએ આક્ષેપો કર્યા હતાં તદન ખોટા વાહિયાત આક્ષેપો કરનાર કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં અને રાજકોટ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. ધારાસભ્ય સી.જે.ચાવડાએ આપી પ્રતિક્રિયા આ સમગ્ર કેસને લઈ ધારાસભ્ય સી.જે.ચાવડાએ કહ્યું કે,બે કેસ કોર્ટમાં ચાલતા હતા અને અગાઉ ગાંધીનગર કોર્ટમાં આ મામલે સમાધાન થયું છે,ધરપકડ વોરંટ નહી હોવાનો આક્ષેપ ચાવડાએ કર્યો હતો અને તેમણે કહ્યું કે,21 માર્ચના રોજ કોર્ટમાં હાજર રહેવાનું છે,સમાધાન થઈ ગયું છે માત્ર કોર્ટમાં હાજર રહેવાની વાત છે.  

Rajkot કોર્ટે જમીન કૌંભાડ મામલે MLA સી.જે.ચાવડા વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આરોપો લાગતા રાજકોટ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજે કોંગી આગેવાનો વિરુદ્ધ રાજકોટની કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યુ છે.

જાણો શું હતો સમગ્ર કેસ

આ કેસની હકીકત મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજકોટ ભાજપના અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ સહારા ઈન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી રૂા. 500 કરોડથી વધારે રકમનું કૌભાંડ આચર્યુ હોવાના ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ ઉપનેતા શૈલેષ પરમાર અને કોંગ્રેસ પક્ષના તાત્કાલીન દંડક સી.જે. ચાવડાએ આક્ષેપો કર્યા હતાં તદન ખોટા વાહિયાત આક્ષેપો કરનાર કોંગ્રેસના સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં અને રાજકોટ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.

ધારાસભ્ય સી.જે.ચાવડાએ આપી પ્રતિક્રિયા

આ સમગ્ર કેસને લઈ ધારાસભ્ય સી.જે.ચાવડાએ કહ્યું કે,બે કેસ કોર્ટમાં ચાલતા હતા અને અગાઉ ગાંધીનગર કોર્ટમાં આ મામલે સમાધાન થયું છે,ધરપકડ વોરંટ નહી હોવાનો આક્ષેપ ચાવડાએ કર્યો હતો અને તેમણે કહ્યું કે,21 માર્ચના રોજ કોર્ટમાં હાજર રહેવાનું છે,સમાધાન થઈ ગયું છે માત્ર કોર્ટમાં હાજર રહેવાની વાત છે.