Rajkot: કાઠિયાવાડને વાલી ચાની ચુસ્કી થઈ મોંઘી, કિલોએ રૂ.40થી 50નો ભાવ વધારો
ચા ના રસિયાઓ માટે માઠા સમાચાર છે. કાઠિયાવાડમાં સૌથી વધુ પીવાતું પીણું ચાની ભૂકી મોંઘી થઈ છે. ચાના કિલોએ 40 થી 50 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. હવે કાઠિયાવાડીઓને ચા વગર ચેન પડશે નહી.રાજ્યમાં જેમ જેમ કડકડતી ઠંડી વધશે તેમ તેમ ચાના રસિયાઓ માટે ચાની ચૂસ્કી મોંધી થશે, કારણ કે, પ્રતિકૂળ વાતાવરણથી ચા ઉત્પાદન પ્રભાવિત થયું છે. રાજકોટમાં ઘરે ઘરે જ નહી પણ ચાની કીટલીએ સૌથી વધુ ચા પીવાઈ છે. કારણ કે ચાના શોખીનો હમેશા આવકાર હોય કે અનેક પ્રસંગ ચા વગર તો ચેન પડે જ નહીં. તેવામાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પીવાતી ચા હવે મોંઘી ડાટ થઇ ગઇ છે. રાજકોટમાં દર વર્ષે 1500 કિલોથી વધુ ચાની ભૂકી વેંચાઈ છે. ટી બોર્ડ દ્વારા આંકડા મુજબ, ચામાં કિલોએ રૂ.40થી 50નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં દર વર્ષે 1500 કિલોથી વધુ ચાની ભૂકી વેંચાઈ છે. ચાના કિલોએ 40થી 50 રૂપિયાનો ભાવ વધારો નોંધાતા ચાના રસિકો પર માઠી અસર પડી શકે છે. અગાઉ ચા ભૂકી પ્રતિકિલો 350 થી 500 રૂપિયા પ્રતિકીલો વેંચાતી હતી. ચાલુ વર્ષે 450થી 600 રૂપિયા પ્રતિ કિલોનો ચાનો ભાવ બોલાઇ રહ્યો છે.દેશભરમાં આસામ અને પ.બંગાળમાં ચા નો મોટા પાયે બિઝનેસ છે. કારણકે, અહીં મોટા પ્રમાણમાં ચા ના બગીચા છે. અહીં મોટા પ્રમાણમાં ચા નું ઉત્પાદન થાય છે. ખાસ કરીને પ.બંગાળની વાત કરીએ તો અહીંના સૌથી મોસ્ટ ફેરવરિટ સ્થળ એવા દાર્જિલિંગમાં ચા ના અનેક બગીચાઓ છે. ટી બોર્ડના ડેટાને ટાંકીને ITAએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓએ આસામ અને પશ્ચિમ બંગાળમાં ચાના ઉત્પાદનને અસર કરી છે, જેના કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેને લઇ ચાના ભાવમાં પણ વધારો થઇ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચા ના રસિયાઓ માટે માઠા સમાચાર છે. કાઠિયાવાડમાં સૌથી વધુ પીવાતું પીણું ચાની ભૂકી મોંઘી થઈ છે. ચાના કિલોએ 40 થી 50 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. હવે કાઠિયાવાડીઓને ચા વગર ચેન પડશે નહી.
રાજ્યમાં જેમ જેમ કડકડતી ઠંડી વધશે તેમ તેમ ચાના રસિયાઓ માટે ચાની ચૂસ્કી મોંધી થશે, કારણ કે, પ્રતિકૂળ વાતાવરણથી ચા ઉત્પાદન પ્રભાવિત થયું છે. રાજકોટમાં ઘરે ઘરે જ નહી પણ ચાની કીટલીએ સૌથી વધુ ચા પીવાઈ છે. કારણ કે ચાના શોખીનો હમેશા આવકાર હોય કે અનેક પ્રસંગ ચા વગર તો ચેન પડે જ નહીં. તેવામાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પીવાતી ચા હવે મોંઘી ડાટ થઇ ગઇ છે. રાજકોટમાં દર વર્ષે 1500 કિલોથી વધુ ચાની ભૂકી વેંચાઈ છે.
ટી બોર્ડ દ્વારા આંકડા મુજબ, ચામાં કિલોએ રૂ.40થી 50નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં દર વર્ષે 1500 કિલોથી વધુ ચાની ભૂકી વેંચાઈ છે. ચાના કિલોએ 40થી 50 રૂપિયાનો ભાવ વધારો નોંધાતા ચાના રસિકો પર માઠી અસર પડી શકે છે. અગાઉ ચા ભૂકી પ્રતિકિલો 350 થી 500 રૂપિયા પ્રતિકીલો વેંચાતી હતી. ચાલુ વર્ષે 450થી 600 રૂપિયા પ્રતિ કિલોનો ચાનો ભાવ બોલાઇ રહ્યો છે.
દેશભરમાં આસામ અને પ.બંગાળમાં ચા નો મોટા પાયે બિઝનેસ છે. કારણકે, અહીં મોટા પ્રમાણમાં ચા ના બગીચા છે. અહીં મોટા પ્રમાણમાં ચા નું ઉત્પાદન થાય છે. ખાસ કરીને પ.બંગાળની વાત કરીએ તો અહીંના સૌથી મોસ્ટ ફેરવરિટ સ્થળ એવા દાર્જિલિંગમાં ચા ના અનેક બગીચાઓ છે. ટી બોર્ડના ડેટાને ટાંકીને ITAએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓએ આસામ અને પશ્ચિમ બંગાળમાં ચાના ઉત્પાદનને અસર કરી છે, જેના કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેને લઇ ચાના ભાવમાં પણ વધારો થઇ શકે છે.