Rajkot Rain : ચોમાસાની શરૂઆતમાં ધોરાજીમાં ખાડા સાથે કાદવ-કિચડના સામ્રાજ્યથી સ્થાનિકો ત્રાહિમામ

Jul 7, 2025 - 12:00
Rajkot Rain : ચોમાસાની શરૂઆતમાં ધોરાજીમાં ખાડા સાથે કાદવ-કિચડના સામ્રાજ્યથી સ્થાનિકો ત્રાહિમામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લામાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં જ સારો વરસાદ ખાબક્યો. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કયારેક ભારે વરસાદ તો કયારેક હળવા વરસાદનું જોર જોવા મળ્યું. સિઝનના આરંભે જ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ઉપરવાસમાં થયેલ વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા. જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા અને ભૂવા પડ્યા. વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ના થતા સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો.

વરસાદી આફતથી લોકોને હાલાકી

વરસાદના કારણે ધોરાજીનાં વિવિધ વિસ્તારો જેવા કે જમનાવડ રોડ રેલવે ફાટક, જુનો ઉપલેટા રોડ, જુનાગઢ રોડ અને એવાં ઘણી જગ્યાએ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. ધોરાજીના વિકાસમાં ખાડા પડી રહયા છે અને વાહન ચાલકો અને રાહદારીઓ અને રહેવાસીઓ કાદવ કીચડથી ત્રસ્ત બની ગયા છે.  ધોરાજી જાણે ખાડા રાજ કે ખાડા ની નગરી તરીકે જાણીતું થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

રસ્તાઓ બન્યા ખખડધજ

સામાન્ય વરસાદ પડતાંની સાથે જ ઘણા વિસ્તારોમાં અને મુખ્ય માર્ગ અને રસ્તા ઓ ખખડધજ હાલતમાં બની ગયા છે. લોકોને ખબર નથી પડતી કે ધોરાજી ખાડામાં ગયું છે કે ખાડામાં ધોરાજી ગયું છે. જૂનાગઢ રોડ રેલવે ફાટક રોડ જમનાવડ રોડ રેલવે ફાટક સુધી જુનો ઉપલેટા રોડ અને અન્ય ઘણા વિસ્તારોમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા. રોડ પર પડેલા ગાબડા અને ભૂવાના કારણે લોકો તેને ડિસ્કો રોડ કહેવા લાગ્યા છે.

બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકોને હાલાકી

ડિસ્કો રોડના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ધોરાજીમાં રહેતા લોકોને પોતાના સામાજિક તેમજ પારિવારિક કામો માટે બહાર જવામાં મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. પ્રસૂતા મહિલાઓ અને ગંભીર સમસ્યાના દર્દીઓ માટે આ સ્થિતિ વધુ જોખમી સાબિત થઈ શકે છે.  કોઈ મહિલાને પ્રેગ્નન્સી માટે ધોરાજીથી બહાર ગામ હોસ્પિટલે વાહન કે એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવે તો અધવચ્ચે જ ડિલિવરી થઈ જાય તેવી સ્થિતિ હાલમાં દેખાય છે. જ્યારે બીમાર દર્દીને સારવાર મળ તે પહેલા જ વધુ સ્થિતિ કકોડી બની શકે છે. 

લોકોની સરકારને નક્કર કામગીરીની રજૂઆત

ખાડારાજના કારણે વાહનચાલકોને હાડકાં તેમજ બેકપેઈન જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત ખાડાના કારણે નાનાં મોટાં અકસ્માતનાં બનાવો બન્યા કરે છે તેવું લોકો એ મીડિયા સમક્ષ વ્યથા વ્યક્ત કરી હતી. અને આ રોડ રસ્તા બિસ્માર હાલતમાં અને ખાડાનું સામ્રાજ્ય અને કાદવ કીચડથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. અને તંત્ર અને સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે કહેવાતી ઉજવણીઓ ઓછી કરો અને નક્કર કામગીરી કરો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0