Rajkot: PGVCL કસ્ટમર કેર સેન્ટરમાં કર્મચારી ગાંઢ નિંદ્રામાં, જુઓ VIDEO

રાજકોટમાં PGVCLના કસ્ટમર કેરનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં કામ કરતાં કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે રાજકોટના કનક રોડ પર આવેલા કસ્ટમર કેરનો હોવાનું સામે આવ્યું છે. એકબાજુ ગ્રાહકો દ્વારા PGVCLના કસ્ટમર કેર ઑફિસમાં ફોન ન ઉપાડતાં હોવાની ફરિયાદો સામે આવી હતી. બીજી બાજુ રાત્રે કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓ ખુરશી પર ઊંઘ લેતાં ઝડપાયા છે. સમગ્ર મામલે MD એ તપાસના આદેશ આપ્યા છે અને આ ઘટનાની પુષ્ટિ થતાં તમામ કર્મચારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે. આ વીડિયો રાજકોટ શહેરના કનક રોડ પર આવેલા કસ્ટમર કેરનો હોવાનું સામે આવ્યું છે. પરંતુ, વીડિયો કઈ તારીખનો છે તે વિશે હજુ જાણ થઈ શકી નથી. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર માહિતી વિશે તપાસ બાદ તમામ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, આજથી પાંચ મહિના પહેલાં પણ આ જ પ્રકારનો એક વીડિયો વાયરલ થયો હતો. જોકે, આ વીડિયોની હકીકત હજુ સામે નથી આવી કે, આ વીડિયો એક-બે મહિના જૂનો છે કે, લેટેસ્ટ છે. જોકે, સમગ્ર મામલાની ખાતાકીય તપાસ દરમિયાન જો કોઈ ગેરરીતિ સામે આવે છે, તો તમામની વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે. મળતી માહિતી મુજબ PGVCL દ્વારા આ કસ્ટમર કેરનો કોન્ટ્રાક્ટ બેસ્ટ એજન્સી નામની પેઢીને આપવામાં આવ્યો હતો. ત્યારે જો સમગ્ર મુદ્દે કોઈ ગેરરીતિ સામે આવે છે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરાશે કે કેમ તે એક મોટો સવાલો ઉઠી રહ્યા છે. 

Rajkot: PGVCL કસ્ટમર કેર સેન્ટરમાં કર્મચારી ગાંઢ નિંદ્રામાં, જુઓ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં PGVCLના કસ્ટમર કેરનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં કામ કરતાં કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે રાજકોટના કનક રોડ પર આવેલા કસ્ટમર કેરનો હોવાનું સામે આવ્યું છે.

એકબાજુ ગ્રાહકો દ્વારા PGVCLના કસ્ટમર કેર ઑફિસમાં ફોન ન ઉપાડતાં હોવાની ફરિયાદો સામે આવી હતી. બીજી બાજુ રાત્રે કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓ ખુરશી પર ઊંઘ લેતાં ઝડપાયા છે. સમગ્ર મામલે MD એ તપાસના આદેશ આપ્યા છે અને આ ઘટનાની પુષ્ટિ થતાં તમામ કર્મચારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે. આ વીડિયો રાજકોટ શહેરના કનક રોડ પર આવેલા કસ્ટમર કેરનો હોવાનું સામે આવ્યું છે. પરંતુ, વીડિયો કઈ તારીખનો છે તે વિશે હજુ જાણ થઈ શકી નથી. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર માહિતી વિશે તપાસ બાદ તમામ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, આજથી પાંચ મહિના પહેલાં પણ આ જ પ્રકારનો એક વીડિયો વાયરલ થયો હતો. જોકે, આ વીડિયોની હકીકત હજુ સામે નથી આવી કે, આ વીડિયો એક-બે મહિના જૂનો છે કે, લેટેસ્ટ છે. જોકે, સમગ્ર મામલાની ખાતાકીય તપાસ દરમિયાન જો કોઈ ગેરરીતિ સામે આવે છે, તો તમામની વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે. મળતી માહિતી મુજબ PGVCL દ્વારા આ કસ્ટમર કેરનો કોન્ટ્રાક્ટ બેસ્ટ એજન્સી નામની પેઢીને આપવામાં આવ્યો હતો. ત્યારે જો સમગ્ર મુદ્દે કોઈ ગેરરીતિ સામે આવે છે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરાશે કે કેમ તે એક મોટો સવાલો ઉઠી રહ્યા છે.