Rajkot News: વિવાદ સામે આવતાં જ મેયર અને ધારાસભ્યએ પલટી મારી, આવુ કશું થયું જ નથી

Oct 10, 2025 - 19:00
Rajkot News: વિવાદ સામે આવતાં જ મેયર અને ધારાસભ્યએ પલટી મારી, આવુ કશું થયું જ નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેર ભાજપમાં ભારે આંતરિક વિવાદ સામે આવ્યો છે. શહેરમાં આગામી સમયમાં યોજાનારા કાર્નિવલમાં ધારાસભ્ય દર્શિતા શાહે માત્ર પોતાનું જ નામ રાખવા જીદ કરીને મેયરને તૂતૂ મેમે કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે હવે મેયર અને ધારાસભ્યએ મીડિયા સામે પલટી મારી લીધી છે. વિવાદ સામે આવતાં જ મેયર અને ધારાસભ્યએ હાથ ખંખેરી નાંખ્યા છે.

મેયર અને ધારાસભ્ય વચ્ચેની તૂ તૂ મે મે થઈ હતી

રાજકોટમાં થયેલી મેયર અને ધારાસભ્ય વચ્ચેની તૂ તૂ મે મેને લઈને શહેર ભાજપે આવું કશું થયું જ નથી તેવો રાગ આલાપ્યો હતો. આવો કોઈ મામલો બન્યો જ નથી. આમંત્રણ પત્રિકામાં નામ લખવાનો વિવાદ છે જ નહીં. જો આવું કશું હશે તો તપાસ કરાવીશું અને બાદમાં મેયર સાથે વાત કરીશું. આ સમગ્ર મામલો ઉપજાવેલો છે. મીડિયા સામે આવતા જ મેયર અને ધારાસભ્યએ પરિવારવાદ રજૂ કર્યો હતો.

મેયર નયનાબેન પઢેડિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ

બીજી તરફ રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પઢેડિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં મેયરે ધારાસભ્યની દાદાગીરીનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, કોઈ બબાલ થઈ નથી સમજ ફેર થઈ છે.દર્શિતા બેન એવુ કહે છે મારુ જ નામ હોવુ જોઇએ. મારે તો બધાને સાથે લઈને ચાલવું પડે. પ્રભારી સહિતનાનું મારે ધ્યાન રાખવુ પડે.વિજયભાઇ અને વજુભાઇએ પણ આવો મોહ નથી રાખ્યો. અમારે તો બધાને પૂછીને નામ રાખવા પડે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0