Rajkot News: વાલીઓ માટે ચિંતાજનક ઘટના! 15 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટએકટને કારણે અવસાન

Aug 26, 2026 - 13:30
Rajkot News: વાલીઓ માટે ચિંતાજનક ઘટના! 15 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટએકટને કારણે અવસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી એક અત્યંત કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ધોરણ 10માં અભ્યાસ કરતા માત્ર 15 વર્ષના પૂર્વ દિવ્યેશભાઈ મહાલીયા નામના વિદ્યાર્થીનું હૃદયરોગના હુમલાથી અકાળે અવસાન થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર જેતપુર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

મોપેડમાં પેટ્રોલ ખૂટતાં શારીરિક શ્રમ કરવો પડ્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, પૂર્વ સાંજના સમયે પોતાનું ટ્યુશન પૂરું કરીને મોપેડ પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક રસ્તામાં મોપેડનું પેટ્રોલ ખાલી થઈ ગયું હતું. આથી પૂર્વ મોપેડને દોરીને લઈ જઈ રહ્યો હતો. આ શારીરિક શ્રમ દરમિયાન અચાનક જ તેને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને તે રસ્તા પર જ ઢળી પડ્યો હતો.

સાથી વિદ્યાર્થીઓ હોસ્પિટલ પહોંચાડ્યો

પૂર્વને રસ્તા પર અચાનક ઢળી પડેલો જોઈને તેની સાથે રહેલા અન્ય સાથી વિદ્યાર્થીઓ તરત જ હરકતમાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ પૂર્વને મૃત જાહેર કર્યો હતો.

Rajkot News: 10th Standard Student Dies of Heart Attack in Jetpur

માત્ર 30 ટકા જ કામ કરતું હતું હૃદય

પરિવારજનોના જણાવ્યા અનુસાર, પૂર્વનું હૃદય જન્મજાત કે અગાઉની તબીબી સ્થિતિના કારણે માત્ર 30 ટકા જ કામ કરતું હતું. આ કારણે તબીબોએ તેને કોઈપણ પ્રકારનો સખત શારીરિક શ્રમ કે વજન ઉપાડવાની સખત મનાઈ ફરમાવી હતી, પરંતુ મોપેડ બંધ પડી જતાં તેને દોરાવવાની ફરજ પડી હતી, જે શારીરિક શ્રમ તેના હૃદય માટે ઘાતક સાબિત થયો હતો.

Rajkot News: 10th Standard Student Dies of Heart Attack in Jetpur

એકમાત્ર સંતાનના મોતથી પરિવારમાં આક્રંદ

પૂર્વ તેના ત્રણ ભાઈઓના સંયુક્ત પરિવાર વચ્ચે એકમાત્ર સંતાન હતો. ઘરમાં કિલકિલાટ કરતા એકમાત્ર માસૂમ દીકરાના અચાનક અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરૂણ આક્રંદથી ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.


આ પણ વાંચો - Rajkot News: તહેવારો પહેલા જ મનપાનો આરોગ્ય વિભાગ એક્શનમાં, ફરાળી વાનગીઓ વેચતી 45 પેઢીઓ પર ચેકિંગ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0