Rajkot News: ફુલછાબ ચોક પર મહિલા કાર ચાલકે અનેક લોકોને હડફેટે લીધા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રંગીલા રાજકોટના ભરચક ગણાતા ફુલછાબ ચોક વિસ્તારમાં ગત રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક શિખાવ મહિલા કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તા પર જતા અનેક લોકોને હડફેટે લઈને આગળ વધી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય તેમ છે.
મોડી રાત્રે સર્જાયો અકસ્માત
ઘટનાની મળતી માહિતી અનુસાર, આ બનાવ ગત રાત્રિના અંદાજે 11 વાગ્યાની આસપાસ બન્યો હતો. ફુલછાબ ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં અચાનક એક કાર બેફામ બની હતી અને રસ્તા પર ઉભેલા તથા પસાર થતા લોકોને અડફેટે લેવાનું શરૂ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કાર ચલાવનાર મહિલા નવી નવી ગાડી ચલાવતા શીખી રહી હતી અને ગભરાટમાં તેણે બ્રેકને બદલે એક્સિલરેટર દબાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે.
સદનસીબે જાનહાનિ ટળી
આ અકસ્માત એટલો જોરદાર હતો કે, અનેક લોકો કારની અડફેટે આવ્યા હતા, પરંતુ કુદરતની મહેરબાનીથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ટક્કર લાગ્યા છતાં કોઈને ગંભીર ઈજા પહોંચી ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, અકસ્માતને પગલે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
સીસીટીવીમાં કેદ થઈ ઘટના
સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે કારચાલકે કાબૂ ગુમાવ્યો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગી રહ્યા હતા. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. રહેણાંક અને ભરચક વિસ્તારોમાં આ પ્રકારે શિખાવ ડ્રાઈવરો દ્વારા થતા અકસ્માતોએ સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો - Rajkot : ઉપલેટામાં સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની ફટકારી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

