Rajkot News : ન્યૂડ કોલનો ભોગ બનનારને ગૃહ રાજ્યમંત્રીની અપીલ, કહ્યું, કોઈ સંકોચ કે ભય વગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે છે, તેમણે રાજકોટ રેન્જ સાઇબર સેલ પોલીસ મથકનું લોકાર્પણ કર્યુ હતુ અને સાથે સાથે હર્ષ સંઘવીના હસ્તે પોલીસ આવાસ યોજનાનું પણ લોકાર્પણ કરાયું હતુ, હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી, ભાજપના પદાધિકારીઓ અને અપેક્ષિતો સાથે બેઠક કરવામાં આવી હતી.
ટ્રાફિક અને હેલ્મેટ અંગે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
ટ્રાફિક અને હેલ્મેટ અંગે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે, તેમનું કહેવું છે કે, ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ જરૂરી છે અને ટ્રાફિકને લઈ માસ્ટર પ્લાન 50 વર્ષ માટે બને તે જરૂરી છે, પ્રત્યેક નાગરિકનો જીવ બચે તે જરૂરી અને દંડ કરતા લોકોના જીવ માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે, સાથે સાથે ગુજરાતમાં ટ્રાફિકના નિયમન અંગે પણ જાગૃતિ જરૂરી છે.
ન્યૂડ કોલનો ભોગ બનનારને ગૃહ રાજ્યમંત્રીની અપીલ
ન્યૂડ કોલનો ભોગ બનનારને ગૃહ રાજ્યમંત્રીએ અપીલ કરી છે કે, કોઈ સંકોચ કે ભય વગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવે અને ખાસ કરીને સિનિયર સિટીઝન લોકો ન્યૂડ કોલનો ભોગ બને છે, જેમાં ભયથી પીડાવવાના બદલે પોલીસનો સંપર્ક કરો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો જેના કારણે પોલીસ કાર્યવાહી કરે છે અને આરોપી સુધી પહોંચી શકે.
રાજકોટમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેરવું ફરજિયાત
રાજકોટમાં 8 સપ્ટેમ્બર 2025થી હેલ્મેટને લઈ કડક નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ટુ વ્હીલર ચલાવનાર અને ટુ વ્હીલરની પાછળ બેસનાર એટલે કે બન્ને લોકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે અને જે પણ નાગરિક આ નિયમનું પાલન કરશે નહી તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી વાત સામે આવી છે.
What's Your Reaction?






