Rajkot News : નીતિન જાની ઉર્ફે "ખજૂરભાઈ" લડી શકે છે વિધાનસભા 2027ની ચૂંટણી, ભણેલા લોકોને રાજકારણમાં આવવા ખજૂરભાઈની હાંકલ

Oct 25, 2025 - 14:00
Rajkot News : નીતિન જાની ઉર્ફે "ખજૂરભાઈ" લડી શકે છે વિધાનસભા 2027ની ચૂંટણી, ભણેલા લોકોને રાજકારણમાં આવવા ખજૂરભાઈની હાંકલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યુટ્યુબર નીતિન જાની લડી શકે છે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી, રાજકોટમાં કાર્યક્રમમાં નીતિન જાનીએ કરી જાહેરાત અને ખજૂરભાઇના નામથી પ્રખ્યાત છે નીતિન જાની, તેમણે ભણેલા લોકોને રાજકારણમાં આવવા કરી હાકલ અને હવે એવું લાગે છે કે ચૂંટણીમાં ઉતરવું પડશેઃ નીતિન જાની અને કોઇ પણ પાર્ટીમાંથી યુવાનો ચૂંટણી લડે તેવું નીતિન જાનીનું કહેવું છે.

ખજૂરભાઈ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે

ખજૂરભાઈએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, "તમારી દયા હશે તો હું પણ ઊભો રહેવાનો છું." આ સાથે જ તેમણે ભણેલા યુવાનોને પણ ચૂંટણી લડવા માટે આહ્વાન કર્યું છે અને ઉમેર્યું કે, "પાર્ટી ગમે એ હોય, ઈલેક્શનમાં વટ્ટથી ઉતરજો."જોકે, હજુ સુધી ખજુરભાઈ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. ખજૂરભાઈ તેમની સેવાકીય કામગીરીને કારણે પણ તેઓ સતત ચર્ચામાં રહેતા હોય છે.

નીતિન જાનીએ અત્યાર સુધી હજારો ગરીબ પરિવાર માટે ઘર બનાવ્યા

નીતિન જાનીએ અત્યાર સુધી ઘણા ગરીબ માણસોની સેવા કરી છે અને આગળ પણ તે સેવા કરતા રહેશે, તેમણે કાચા માથી પાકા મકાનો પણ ગરીબ માણસોને બનાવી આપ્યા છે, 24 મેના રોજ નીતિન જાનીનો જન્મદિવસ છે. સુરતમાં 24 મે, 1987મા જન્મેલા નીતિન જાનીના પિતા કથાકાર હતા. નીતિન જાનીએ સુરતમાં જ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ પરિવાર બારડોલી રહેવા જતો રહ્યો હતો. પરિવારમાં ચાર ભાઈઓ (અરુણભાઈ, વરુણભાઈ, નીતિનભાઈ તથા તરુણભાઈ) અને ત્રણ બહેનો (મનીષાબેન, આશાબેન, વર્ષાબેન) છે. જાણો કોણ છે નીતિન જાની

નીતિન જાનીએ બારડોલીમાંથી જ BCAનો અભ્યાસ કર્યો છે. પૂણે જઈને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. અહીંયા જ IT ફિલ્ડમાં નોકરીની શરૂઆત કરી હતી. IT ફિલ્ડમાં મહિને 70 હજારનો પગાર છોડીને 2012માં નીતિન જાનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને IT ડિપાર્ટમેન્ટ જેવા અલગ-અલગ વિભાગોમાં કામ કર્યાં બાદ ઘણી ફિલ્મમાં આસિસટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. નીતિન જાનીએ 2018માં ગુજરાતી ફિલ્મ 'આવુંજ રહેશે' ડિરેક્ટ કરી હતી. હાલમાં નીતિન જાની 'ખજૂરભાઈ' તથા 'ખજૂરભાઈ વ્લોગ્સ' એમ બે યુ ટ્યૂબ ચેનલ ચલાવે છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0