Rajkot News: તાળા તોડી ફ્રિજમાંથી ફ્રૂટ અને નાસ્તો ખાઈ ગયા ચોર!, રત્નમ બંગલોઝમાં તસ્કરોનો તરખાટ

Oct 2, 2026 - 21:00
Rajkot News: તાળા તોડી ફ્રિજમાંથી ફ્રૂટ અને નાસ્તો ખાઈ ગયા ચોર!, રત્નમ બંગલોઝમાં તસ્કરોનો તરખાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટના ન્યારા પાટિયા પાસે આવેલા પ્રતિષ્ઠિત રત્નમ બંગલોઝમાં તસ્કરોએ ભારે ઉત્પાત મચાવ્યો છે. અહીં છેલ્લા એક જ મહિનામાં એકસાથે અનેક મકાનોને ચોરોએ પોતાનું નિશાન બનાવ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ છવાયેલો છે.

તાળા તોડી રોકડ, ચાંદીના દાગીના અને અન્ય સામાનની ચોરી

ચોરોએ બંધ મકાનોના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લાખો રૂપિયાનો માલસામાન રફુચક્કર કરી લીધા હતા. તસ્કરો માત્ર કિંમતી ચીજવસ્તુઓ જ નહીં, પરંતુ બાથરૂમના નળથી માંડીને કપડાં અને અન્ય ઘરવપરાશની ચીજો પણ ચોરી કરીને લઈ ગયા છે. એટલું જ નહીં, સોસાયટીના એક મંદિરમાં પણ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનાથી લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે.

કિંમતી વસ્તુઓ ન મળતા ફ્રિજમાંથી ફ્રૂટ અને નાસ્તો ખાઈ ગયા ચોર!

આ ચોરીની ઘટનામાં એક અત્યંત આશ્ચર્યજનક અને ચર્ચાસ્પદ બાબત સામે આવી છે કે, અમુક ઘરોમાં કિંમતી વસ્તુઓ કે રોકડ ન મળવાથી નિરાશ થયેલા ચોરોએ ઘરમાં રાખેલો નાસ્તો પણ ખાધો હતો અને ફ્રિજમાંથી ફ્રૂટ કાઢીને ખાઈને ફરાર થઈ ગયા હતા, જે તસ્કરોની નિર્ભીકતા દર્શાવે છે.

Rajkot News: Wave of Thefts in Ratnam Bungalows Near Nyara Patiya

દિવસભર રેકી અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માગ

સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, આ તસ્કરો દિવસના સમયે સોસાયટીમાં રેકી કરે છે અને રાત્રે બંધ મકાનોને ટાર્ગેટ બનાવે છે. અવારનવાર બનતી આ ચોરીની ઘટનાઓથી ત્રસ્ત થઈને સોસાયટીના લોકોએ પોલીસ પ્રશાસન સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે, અને તાત્કાલિક ધોરણે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની માગ કરી છે, જેથી નાગરિકો સુરક્ષિત અનુભવી શકે.


આ પણ વાંચો: Rajkot News: 43.53 કરોડના જમીન કૌભાંડમાં પોલીસની કાર્યવાહી, જાણો શું છે સમગ્ર કેસ?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0