Rajkot News : ગોંડલમાં પોપટ સોરઠીયાની હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ વકીલ મારફતે પાસપોર્ટ પોલીસમાં જમા કરાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના ગોંડલમાં પોપટ સોરઠીયા હત્યા કેસમાં આરોપી તરીકે અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ છે, અને ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરી છે અને હુકમ કર્યો હતો કે તેમનો પાસપોર્ટ જમા લઈ લો, ત્યારે અનિરુદ્ધસિંહે વકીલ મારફતે તેમનો પાસપોર્ટ જમા કરાવ્યો છે, અને બીજો કેસ અમિત ખૂંટનો છે જેમાં અનિરુદ્ધસિંહ અને તેમનો પુત્ર હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ તેમને શોધવા માટે ફાંફા મારી રહી છે.
રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી
ગોંડલમાં કોગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની સને 1988ની સાલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળી ધરબી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. જે કેસમાં સજા માહી આપવામાં આવી હતી જે નિર્ણયને તાજેતરમાં જ હાઈકોર્ટએ ગેરકાયદે જાહેર કરી ચાર સપ્તાહમાં અનિરૂધ્ધસિંહને જેલ સતાવાળાઓ સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો અને તેનો પાસ્ટપોર્ટ પણ સરેન્ડર કરવાના હુકમથી કોર્ટમાં અનિરૂધ્ધસિહ જાડેજા એડવોકેટ મારફતે પાસ્ટપોર્ટ સરેન્ડર કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
અનિરુદ્ધ સિંહ જાડેજા અમિત ખૂંટ કેસમાં પણ ફરાર છે
હાઈકોર્ટના આદેશ મુજબ અનિરૂધ્ધસિંહ જાડેજા 4 સપ્તાહમાં સરેન્ડર શે કે કેમ? તે બાબતે ચર્ચાઓ થઈ રહી હતી જો કે તે હાઈકોર્ટના આદેશ પુર્વે જ રીબડાના અમિત ખુંટ આપઘાત કેસમાં વોન્ટેડ છે, જે બનાવમાં અનિરૂધ્ધસિંહ ચાર માસથી વધુ સમયથી ફરાર હોય જેને પકડવા જીલ્લા પોલીસે ટીમો બનાવી હતી અને યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન સહીતના રાજ્યમાં પહોંચી હતી. પરંતુ આરોપીને પકડવામાં સફળતા મળી ન હતી તેમજ તેનો પુત્ર રાજદિપસિંહ પણ અમિત ખુંટ આપઘાત કેસમાં આરોપી તરીકે સામેલ હોય જે નેપાળ થઈ ને દુબઈ નાસી ગયાની પોલીસને શંકા છે, જયારે બીજી તરફ અમીત ખુંટ આપઘાત કેસમાં રાજય સરકાર દ્વારા અમદાવાદના ચિંતન શાહ અને હિરેન પટેલની સ્પે, પીપી તરીકે નિમણૂક કરી છે.
પોલીસની ટીમ અનિરુદ્ધસિંહ જાડેજાને શોધી રહી છે
દરમ્યાન અનિરૂધ્ધસિંહ જાડેજાએ અચાનક તેનો પાસપોર્ટ વકીલ મારફને સરેન્ડર કરતા એસપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યુ હતુ, કે, ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં હાઈકાર્ટના આદેશથી અનિરૂધ્ધસિંહનો પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યો છે. તેમજ અમીત ખુંટ કેસમાં કરાર અનરૂધ્ધસિંહ જાડેજા સહીતના આરોપીની ધરપકડ કરવા અમે એક અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવશે.
What's Your Reaction?






