Rajkot News: કોડિનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકીએ ભાજપને અલવીદા કહ્યું, હવે કોંગ્રેસનો હાથ પકડ્યો

Oct 22, 2026 - 14:00
Rajkot News: કોડિનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકીએ ભાજપને અલવીદા કહ્યું, હવે કોંગ્રેસનો હાથ પકડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસના નવા નિમાયેલા પ્રભારી રણદીપ સુરજેવાલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકી કોંગ્રેસમાં જોડાયા હતાં. 

જે.ડી. સોલંકીએ ભાજપને અલવીદા કહ્યું

કોડીનાર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જે.ડી.સોલંકી હવે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.દાયકાઓ સુધી ભાજપ પક્ષમાં સક્રિય રહેલા જે.ડી.સોલંકીએ હવે કોંગ્રેસનો હાથ પકડ્યો છે.વર્ષ 2012ની ચૂંટણીમાં તેઓ કોડીનાર વિધાનસભા બેઠક પરથી વિજય મેળવીને ધારાસભ્ય બન્યા હતા.તે સમયગાળા દરમિયાન તેમણે સરકારમાં સંસદીય સચિવ તરીકે પણ કામગીરી નિભાવી હતી.લાંબા સમય સુધી સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા રહ્યા બાદ તેમનો આ નિર્ણય સ્થાનિક સ્તરે અત્યંત સૂચક માનવામાં આવી રહ્યો છે.

જે.ડી.સોલંકી દાયકાઓથી ભાજપ સાથે સંકળાયેલા હતા

પૂર્વ સાંસદ દિનુ સોલંકીના નજીકના ગણાતા જે.ડી.સોલંકી દાયકાઓથી ભાજપ સાથે સંકળાયેલા રહ્યા છે.વર્ષ 2012માં તેઓ કોડીનાર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.હવે તેમનો કોંગ્રેસમાં પ્રવેશ ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ બની શકે છે.રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે આ પક્ષ પલટો રાજકીય દ્રષ્ટિએ નોંધપાત્ર ગણાય છે.કોડીનારના રાજકીય વર્તુળોમાં પણ આ ઘટનાને લઈને ઘણી ચર્ચાઓ જાગી છે. જે.ડી સોલંકીએ કહ્યું હતું કે, કોડિનાર વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ છે. દિનુ સોલંકીના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જેના કારણે હું ભાજપ છોડું છું. અહીં કોઈ વિકાસ થયો નથી.  

આ પણ વાંચોઃ Sonia Gandhi Autobiography: સોનિયા ગાંધીનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ.. શેર કરી આત્મકથા ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ની ઝલક



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0