Rajkot News: VHPના નામે રોફ જમાવવો પડ્યો ભારે, TRB જવાનને લાફા મારનારા 7 શખ્સો સામે ગુનો દાખલ

Nov 15, 2026 - 23:30
Rajkot News: VHPના નામે રોફ જમાવવો પડ્યો ભારે, TRB જવાનને લાફા મારનારા 7 શખ્સો સામે ગુનો દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદના નામે ખોટો રોફ જમાવીને ફરજ પર રહેલા TRB જવાન સાથે દાદાગીરી કરવામાં આવી હતી. રાજકોટ-ગોંડલ હાઈવે પર આવેલા ઢોલરા ગામ પાસે રાજસ્થાન પાસિંગની એક સ્કોર્પિયો કારને રોકવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો અને ગાડીમાં સવાર શખ્સોએ પોતાની ઓળખ VHPના મોટા માથા તરીકે આપીને હોબાળો મચાવ્યો હતો.

TRB જવાનને લાફા માર્યા અને વિડિયો વાયરલ

કાર રોકવા બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ ફરજ પર હાજર TRB જવાન પર પોતાનો રોફ જમાવ્યો હતો અને તેમને જાહેરમાં લાફાી દીધા હતા. આ સમગ્ર ગેરવર્તણૂક અને બબાલનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો. વિડિયો વાયરલ થતાં જ પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ હતી અને વહીવટી તંત્ર દ્વારા આ મામલે કડક પગલાં લેવામાં આવ્યા હતા.

Rajkot News: 7 Booked for Slapping TRB Jawan in Rajkot's Gondal Highway Incident

7 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી

વાયરલ થયેલા વીડિયો અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં વિડિયોમાં દેખાતા અને સંડોવાયેલા કુલ 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. કાયદાથી ઉપરવટ થઈને દાદાગીરી કરનારા તત્વો સામે પોલીસની આ કડક કાર્યવાહીથી અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.


આ પણ વાંચો: Rajkotમાં TRB જવાનોની દાદાગીરીનો આક્ષેપ, સીટ બેલ્ટ બાબતે મહિલા સાથે ઝપાઝપીનો Video Viral


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0