Rajkot News : ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાં ASI સસ્પેન્ડ, 100 કરોડના શંકાસ્પદ વ્યવહારોની આશંકા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં સહાયક સબ ઇન્સ્પેક્ટર (ASI)ના ઘરમાંથી ઝડપાયેલા ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગના વિવાદમાં પોલીસ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. DIG નિર્લિપ્ત રાય દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરનાર આરોપી ASIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્શન બાદ પોતાની ધરપકડથી બચવા માટે આરોપી પોલીસકર્મી હાલ નાસતો ફરી રહ્યો છે.
પિતા સહિત 6 લોકોની થઈ ચૂકી છે ધરપકડ
જિલ્લા પોલીસ વડા (SP)ના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક છેલ્લા 3 વર્ષથી ધમધમી રહ્યું હતું. પોલીસ દ્વારા પાડેલા દરોડા દરમિયાન અગાઉ ફારાર ASIના પિતા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી પોલીસકર્મીને પકડી પાડવા માટે જેતપુર પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.
100 કરોડથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારોની આશંકા
પ્રાથમિક તપાસ અને પોલીસ તરફથી મળતી માહિતી મુજબ, આ બિનઅધિકૃત ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાં રૂ. 100 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની મોટી આશંકા સેવાઈ રહી છે. સટ્ટાકીય ટ્રેડિંગ અને કાળા નાણાંના મોટા આદાન-પ્રદાનને લઈને તપાસ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ અને હિસાબોની તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતના શિક્ષક ઉમેદવારો માટે ખુશખબર, TET-1 ભરતીને હાઈકોર્ટે આપી મંજૂરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

