Rajkot News: ગોંડલની જૂની કોર્ટ પાસે મારામારી, પોલીસકર્મીઓએ દેખાડી માનવતા!

Nov 11, 2026 - 22:00
Rajkot News: ગોંડલની જૂની કોર્ટ પાસે મારામારી, પોલીસકર્મીઓએ દેખાડી માનવતા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આવેલી જૂની કોર્ટ પાસે એક ચાની દુકાને સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 'આદ્યશક્તિ' નામની ચાની દુકાન નજીક બે જૂથો વચ્ચે કોઈ નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં લોહિયાળ મારામારીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. આ અચાનક થયેલા હુમલા અને મારામારીના કારણે આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.

પોલીસકર્મીઓએ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર માનવતા દાખવી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યો

આ મારામારીની ઘટનામાં જાકરશા ઉર્ફે આદીલ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સર્વેલન્સ સ્ટાફના યુવરાજસિંહ ગોહિલ અને તેમની ટીમે સમયસૂચકતા વાપરી હતી. તેમણે 108 એમ્બ્યુલન્સની રાહ જોવાનો સમય બગાડ્યા વગર તાત્કાલિક પોતાના સરકારી વાહનમાં જ ઇજાગ્રસ્ત યુવકને ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

બંને પક્ષોની ફરિયાદના આધારે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં સામસામે ગુના દાખલ

આ સમગ્ર મામલે બંને પક્ષો દ્વારા ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદો નોંધાવવામાં આવી છે. પોલીસે બંને પક્ષોની અરજી અને હકીકતોના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જીપી એક્ટની કલમો હેઠળ સામસામે ગુના દાખલ કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

Rajkot News: Violent Fight at Tea Stall Near Old Court of Gondal, Counter Complaints Filed

ઇજાગ્રસ્તો સારવાર હેઠળ, અગાઉના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ

આ મારામારીમાં નદીમ અબ્દુલભાઈ ચોટલીયા અને આદીલ ચોટલીયા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ, પોલીસે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે 'રાઉન્ડ અપ' કરવાની સઘન કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા અને ઇજાગ્રસ્ત મુખ્ય આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં અગાઉના ગુનાઓ નોંધાયેલા હોવાનું ખૂલી આપ્યું છે, જેથી પોલીસ આ માને વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: Amul Milk Price Hike: અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, ગોલ્ડ અને તાજામાં વધ્યો અધધ ભાવ!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0