Rajkot DDOની કડક કાર્યવાહી, ચરખડીના સરપંચ વિનુભાઈ માવાણી સસ્પેન્ડ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના સગાને આર્થિક ફાયદો કરાવવાના ગંભીર મામલે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકાના ચરખડી ગ્રામ પંચાયતના સરપંચ વિનુભાઈ મોહનભાઈ માવાણીને ફરજમાં ગંભીર બેદરકારી અને અંગત લાભ ખાતર સત્તાનો દુરુપયોગ કરવા બદલ હોદ્દા પરથી દૂર (સસ્પેન્ડ) કરવાનો સત્તાવાર આદેશ કરવામાં આવ્યો છે.
મનસ્વી રીતે ગામતળની જગ્યા ફાળવવાનો આક્ષેપ
રાજકોટ DDO અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા પંચાયત અધિનિયમની કલમ-57(1) હેઠળ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, સરપંચ વિનુભાઈ માવાણીએ પંચાયતની જૂની ગામતળની જગ્યામાં કોઈ યોગ્ય ગ્રાહ્ય ઠરાવ કે કાયદેસરની વિધિવત પ્રક્રિયા કર્યા વિના મનસ્વી રીતે ભાડું વધારી દીધું હતું અને આ જમીન પોતાના પુત્ર અતુલ માવાણીને ફાળવી દીધી હતી. એટલું જ નહીં, તેમણે તલાટી કમ મંત્રી પર અયોગ્ય દબાણ લાવીને રસીદ કઢાવી હોવાનું પણ તપાસમાં સાબિત થયું હતું.
રાજકીય અદાવતની દલીલ અગ્રાહ્ય
બીજી તરફ, આ કાર્યવાહી સામે સરપંચે પોતાનો બચાવ કરતા આ ઘટનાને રાજકીય અદાવત ગણાવી હતી અને પોતાના આ નિર્ણયથી પંચાયતની આવકમાં વધારો થયો હોવાની દલીલ રજૂ કરી હતી. જોકે, DDOએ સરપંચ દ્વારા રજૂ કરવામાં આવેલો ખુલાસો બિનતાર્કિક ગણાવીને ફગાવી દીધો હતો અને સસ્પેન્શનનો આદેશ જારી કર્યો હતો. નિયમ મુજબ સસ્પેન્શનના આ આદેશ સામે સરપંચને 30 દિવસમાં ઉપલી સત્તા સમક્ષ અપીલ કરવાની જોગવાઈ આપવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

