Rajkot Civil Hospitalની બેદરકારી,નર્સે નાસ લેવાનું ઈંજેકશન આપી દેતા બાળકનું થયુ મોત

ઝનાના હોસ્પિટલમાં 5 મહિનાના બાળકનું મોત નર્સિંગ સ્ટાફની બેદરકારીથી મોત થયુ હોવાનો પરિવારજનોનો આક્ષેપ બાળકની માતાએ સ્ટાફને ઇન્જેક્શન ન આપવા કહ્યું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની અત્યંત ગંભીર બેદરકારીના કારણે બાળકનું મોત થયાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. ન્યુમોનિયાની અસર થતા છેલ્લા એક મહિનાથી દાખલ 5 માસના બાળકને 24 કલાકમાં રજા મળવાની હતી, પરંતુ નર્સિંગ સ્ટાફની બેદરકારીના કારણે બાળકને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી. આજે બાળકનું મોત નીપજતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગરીબ પરીવારનું બાળક મોતને ભેટયું ગોંડલના કારખાનામાં મજૂરી કામ કરતા બિરેન્દ્ર કુશવાહાના 5 મહિનાના પુત્ર રાજને શરદી-ઊધરસની સમસ્યા રહેતા દવા લીધી હતી. જે બાદ ન્યુમોનિયાની અસર જણાતા રાજકોટ સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ન્યુમોનિયાની સાથે ટીબીની અસર પણ હોવાનું નિદાન થયું હતું. જેથી રાજને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટર દ્રારા રોજ નાસ આપવામાં આવતો હતો ન્યુમોનિયા માટે તેને દરરોજ નાસ દેવામાં આવતો હતો.નેબ્યુલાઇઝર મારફત દવા નાખીને નાક પાસે મુકાતા શરદી ધીરે ધીરે ઓગળી રહી હતી. એક મહિના સુધી સારવાર ચાલી હતી અને 4 જુલાઈએ ડોક્ટરે કહ્યું કે, બાળક સાજુ થઈ ગયું છે. એક દિવસ રાખો કાલે, રજા આપી દેશું. રજાની વાત આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, ગઈકાલે નર્સિંગ સ્ટાફની બેદરકારીથી માસુમ બાળકનું મોત નિપજ્યાનો આક્ષેપ પિતાએ કર્યો છે. અડધા જ કલાકમાં બાળકનું શરીર કાળુ પડી ગયું ઈન્જેક્શન લગાવ્યાની અડધી જ કલાકમાં રાજનું શરીર કાળુ પડવા લાગ્યું અને આંખો ચડી ગઈ હતી, જેથી તુરંત જ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. બાળકને આઈસીયુમાં શિફ્ટ કરાયું હતું અને વેન્ટિલેટર પર રાખવાં આવ્યો હતો. જે બાળકને રજા મળવાની હતી, તેના બદલે બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. આજે વહેલી સવારે મોત નીપજતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

Rajkot Civil Hospitalની બેદરકારી,નર્સે નાસ લેવાનું ઈંજેકશન આપી દેતા બાળકનું થયુ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઝનાના હોસ્પિટલમાં 5 મહિનાના બાળકનું મોત
  • નર્સિંગ સ્ટાફની બેદરકારીથી મોત થયુ હોવાનો પરિવારજનોનો આક્ષેપ
  • બાળકની માતાએ સ્ટાફને ઇન્જેક્શન ન આપવા કહ્યું

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની અત્યંત ગંભીર બેદરકારીના કારણે બાળકનું મોત થયાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. ન્યુમોનિયાની અસર થતા છેલ્લા એક મહિનાથી દાખલ 5 માસના બાળકને 24 કલાકમાં રજા મળવાની હતી, પરંતુ નર્સિંગ સ્ટાફની બેદરકારીના કારણે બાળકને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી. આજે બાળકનું મોત નીપજતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગરીબ પરીવારનું બાળક મોતને ભેટયું

ગોંડલના કારખાનામાં મજૂરી કામ કરતા બિરેન્દ્ર કુશવાહાના 5 મહિનાના પુત્ર રાજને શરદી-ઊધરસની સમસ્યા રહેતા દવા લીધી હતી. જે બાદ ન્યુમોનિયાની અસર જણાતા રાજકોટ સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ન્યુમોનિયાની સાથે ટીબીની અસર પણ હોવાનું નિદાન થયું હતું. જેથી રાજને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


ડોકટર દ્રારા રોજ નાસ આપવામાં આવતો હતો

ન્યુમોનિયા માટે તેને દરરોજ નાસ દેવામાં આવતો હતો.નેબ્યુલાઇઝર મારફત દવા નાખીને નાક પાસે મુકાતા શરદી ધીરે ધીરે ઓગળી રહી હતી. એક મહિના સુધી સારવાર ચાલી હતી અને 4 જુલાઈએ ડોક્ટરે કહ્યું કે, બાળક સાજુ થઈ ગયું છે. એક દિવસ રાખો કાલે, રજા આપી દેશું. રજાની વાત આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, ગઈકાલે નર્સિંગ સ્ટાફની બેદરકારીથી માસુમ બાળકનું મોત નિપજ્યાનો આક્ષેપ પિતાએ કર્યો છે.

અડધા જ કલાકમાં બાળકનું શરીર કાળુ પડી ગયું

ઈન્જેક્શન લગાવ્યાની અડધી જ કલાકમાં રાજનું શરીર કાળુ પડવા લાગ્યું અને આંખો ચડી ગઈ હતી, જેથી તુરંત જ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. બાળકને આઈસીયુમાં શિફ્ટ કરાયું હતું અને વેન્ટિલેટર પર રાખવાં આવ્યો હતો. જે બાળકને રજા મળવાની હતી, તેના બદલે બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. આજે વહેલી સવારે મોત નીપજતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.