Rajkot સિવિલના રેસીડેન્ટ ડોકટર સહિત 11ને કોરોના પોઝિટિવ

Jun 6, 2025 - 09:30
Rajkot સિવિલના રેસીડેન્ટ ડોકટર સહિત 11ને કોરોના પોઝિટિવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર કોરોનાગ્રસ્ત થયા છે જેમાં સિવિલના રેસીડેન્ટ ડોકટર સહિત 11 લોકોને કોરોના થયો છે, ત્રણ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને ગોંડલમાં કોરોનાના બે કેસ નોંધાયા છે, જોકે શહેરી વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ધીમેધીમે વધતા તંત્રની ચિંતા પણ વધી છે, જોકે કોરોનાગ્રસ્ત બનેલા સાત દર્દીઓ સ્વસ્થ થયાનું પણ નોંધાયું છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ પણ કોરોના પોઝિટિવ

રાજકોટ જિલ્લાના પોલીસવડા હિમકરસિંહને કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડાને કોરોના પોઝીટીવ આવતા તેમને હાલ હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. તેમજ તેમને હોમ આઈસોલેટ રાખીને તેમના સ્વાસ્થ્યની દેખરેખ ચાલી રહી છે. હાલ તેમની તબિયત સુધારા પર હોવાની વાત સામે આવી છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 70 નવા કેસ કોરોનાના નોંધાયા

અમદાવાદમાં કોરોના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 70 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડથી એક પણ મોત થયું નથી. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 107 કેસ નોંધાયા છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 320 થઈ છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના 94 કેસ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ, દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ અને મધ્ય ઝોનમાં કોરોનાના કેસ 6 નોંધાયા છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0