Rajkot સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં પીજીવીસીએલનું મેગા ઓપરેશન, ઘેર ઘેર પહોંચી ટીમો, કડક ચેકિંગ

Feb 25, 2026 - 14:30
Rajkot સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં પીજીવીસીએલનું મેગા ઓપરેશન, ઘેર ઘેર પહોંચી ટીમો, કડક ચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે સવારથી સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અંદાજે 27 લાખ કનેક્શન પરથી 650 કરોડ રૂપિયાનું બાકી વીજ બિલ વસૂલવા માટે વિશાળ કવાયત શરૂ કરવામાં આવી છે.

2,700 કર્મચારીઓની ટીમો મેદાનમાં ઉતારી દેવામાં આવી

માહિતી મુજબ 2,700 કર્મચારીઓની ટીમો મેદાનમાં ઉતારી દેવામાં આવી છે, જે બાકીદારો પાસેથી વસૂલાત તેમજ બાકી બિલ ન ભરનારાઓના કનેક્શન કાપવાની કાર્યવાહી કરી રહી છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં સૌથી વધુ બાકી બિલ

રાજકોટ શહેર અને જિલ્લામાં સૌથી વધુ બાકી બિલ નોંધાયા હોવાનું જણાવાયું છે. જેના પગલે વસૂલાત માટે ખાસ ટીમો ઘરે-ઘરે પહોંચી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે લાંબા સમયથી બાકી રહેલા બિલને ધ્યાનમાં રાખીને આ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.  કનેક્શન કાપવામાં આવશે

પીજીવીસીએલ દ્વારા નાગરિકોને સમયસર બિલ ભરવા અપીલ કરવામાં આવી છે, નહીં તો નિયમ મુજબ વીજ કનેક્શન કાપવામાં આવશે.


આ પણ વાંચો----   Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0