Rajkot: શહેરમાં ઘરમાં પણ લોકો સુરક્ષિત નથી? ઘરમાં ઘૂસીને વૃદ્ધની હત્યા કરાઈ

Jun 7, 2025 - 18:00
Rajkot: શહેરમાં ઘરમાં પણ લોકો સુરક્ષિત નથી? ઘરમાં ઘૂસીને વૃદ્ધની હત્યા કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાલ્કેશ્વર સોસાયટી મેન રોડ પર રહેતા 70 વર્ષીય બરકત લાખાણી નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.અજાણ્યા વ્યક્તિ દ્વારા બરકત લાખાણીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને તેમના ગળાના વચ્ચેના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.બનાવ સંદર્ભે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ

હત્યાના બનાવની જાણ થતા તાત્કાલિક અસરથી ડીસીપી, એસીપી, પીઆઇ સહિતની રેન્કના અધિકારીઓ ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. તેમજ એફએસએલની ટીમની પણ મદદ મેળવવામાં આવી હતી.અજાણ્યા વ્યક્તિ દ્વારા લૂંટના ઇરાદે વૃદ્ધની હત્યા કરવામાં આવી છે કે પછી કોઈ અન્ય ઈરાદે તે અંગે હાલ પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ સૂત્રોનું માનીએ તો વૃદ્ધના હાથમાં તેમજ ગળાના ભાગે પહેરેલા સોનાના દાગીના હાલ ગાયબ હોવાનું જાણવા મળી રહ્યું છે.જેથી પ્રાથમિક દ્રષ્ટિએ બનાવ લૂંટ વિથ મર્ડરનો હોવાનું હાલ લાગી રહ્યું છે.

લોકો ઘરમાં પણ સુરક્ષિત નથી તેવા સવાલો ઉભા થયા

બનાવની જાણ થતા સ્થાનિક ભક્તિનગર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ ખાતે દોડી ગયો હતો.તેમજ જરૂરી પંચનામાં સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતક બરકત લાખાણીની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.ભક્તિનગર પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બનાવ સ્થળ તેમજ તેની આજુબાજુના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ વૃદ્ધની હત્યા કોને અને શા માટે કરી હોઈ શકે છે તે બાબતે હાલ પોલીસની જુદી જુદી ટીમ કાર્યરત છે.બીજી તરફ રાજકોટ શહેરમાં વૃદ્ધો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી તે પ્રકારના સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે.બરકત લાખાણી નામની વ્યક્તિ પોતાના ઘરે હોવા છતાં તેમની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0