Rajkot: વેરી બનેલા વરસાદ સામે હારેલા જગતના તાતે જીવન ટુંકાવ્યું
રાજકોટ જિલ્લાના સરધાર ગામમાં વેરી બનેલા વરસાદ સામે હારેલા જગતના તાતે જીવન ટુંકાવ્યું છે. સરધારના ખેડૂતનો કોથમીર અને મગફળીનો પાક નિષ્ફળ જતા ઝેરી ટીકડા ખાઈને ખેડૂતે આપઘાત કર્યો છે. મોભીના મોતથી બે પુત્ર સહિતના પરિવારજનો શોકમાં ગરકાવ છે.સરધારના ખેડૂતે પાક નિષ્ફળ જતા મોતનો માર્ગ અપનાવ્યો સૌરાષ્ટ્રભરમાં વરસાદ વેરી બન્યો હોય તેમ સાંબેલાધાર વરસાદ વરસતા ખેડૂતોએ ખેતરમાં કરેલા વાવેતરનો સોથ બોલી ગયો છે, લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં મગફળી, કપાસ, સોયાબીન જેવા મહત્વના પાક નિષ્ફળ થતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વખત આવ્યો છે, કુદરતના પ્રકોપ સામે હારી ગયેલા સરધારના ખેડૂતે પાક નિષ્ફળ જતા મોતનો માર્ગ અપનાવ્યો છે, બે એકરમાં ત્રણ વાર વાવેલી કોથમીર અને મગફળીનો પાક ભારે વરસાદને લીધે નિષ્ફળ થતા ઘરે ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખેડૂતે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા પરિવારજનો એકઠા થઈ ગયા બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સરધાર ગામે આનંદનગર ક્વાટરમાં રહેતા અને ખેતીકામ કરતા જેસિંગભાઈ અરજણભાઈ મકવાણા નામના ખેડૂત બપોરે ઘરે હતા, ત્યારે એકાદ વાગ્યાના સુમારે ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા પરિવારજનો એકઠા થઈ ગયા હતા અને તરત સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પણ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગપાલસિહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પીએમ અર્થે મૃતદેહ ખસેડી જરૂરી કાર્યવાહી કરી તપાસ કરતા પાક નિષ્ફળ જતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. 3 વખત કોથમીરનું વાવેતર નિષ્ફળ ગયું મૃતકના મોટાભાઈ બાબુભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે મૃતક ત્રણ ભાઈ બે બહેનમાં ત્રીજા નંબરના અને સંતાનમાં બે પુત્ર છે, જેસિંગભાઈ બે એકર જમીનમાં ખેતી કરે છે, ચાલુ વર્ષે તેમણે બે વખત કોથમીરનું વાવેતર કર્યું હતું. જે ફેલ થયું હતું તે પછી ત્રીજી વખત પણ કોથમીરનું વાવેતર કયું હતું પણ કોઈ ઉપજ થઈ ન હતી, આ ઉપરાંત મગફળીનું પણ વાવેતર કર્યું હતું, જે પાક ભારે વરસાદને લીધે ધોવાઈ જતા ચિંતામાં મુકાઈ ગયા હતા. તમામ પાક નિષ્ફળ થતા હવે શું કરવું તેવી ચિંતામાં આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. મોભીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના સરધાર ગામમાં વેરી બનેલા વરસાદ સામે હારેલા જગતના તાતે જીવન ટુંકાવ્યું છે. સરધારના ખેડૂતનો કોથમીર અને મગફળીનો પાક નિષ્ફળ જતા ઝેરી ટીકડા ખાઈને ખેડૂતે આપઘાત કર્યો છે. મોભીના મોતથી બે પુત્ર સહિતના પરિવારજનો શોકમાં ગરકાવ છે.
સરધારના ખેડૂતે પાક નિષ્ફળ જતા મોતનો માર્ગ અપનાવ્યો
સૌરાષ્ટ્રભરમાં વરસાદ વેરી બન્યો હોય તેમ સાંબેલાધાર વરસાદ વરસતા ખેડૂતોએ ખેતરમાં કરેલા વાવેતરનો સોથ બોલી ગયો છે, લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં મગફળી, કપાસ, સોયાબીન જેવા મહત્વના પાક નિષ્ફળ થતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વખત આવ્યો છે, કુદરતના પ્રકોપ સામે હારી ગયેલા સરધારના ખેડૂતે પાક નિષ્ફળ જતા મોતનો માર્ગ અપનાવ્યો છે, બે એકરમાં ત્રણ વાર વાવેલી કોથમીર અને મગફળીનો પાક ભારે વરસાદને લીધે નિષ્ફળ થતા ઘરે ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ખેડૂતે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા પરિવારજનો એકઠા થઈ ગયા
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સરધાર ગામે આનંદનગર ક્વાટરમાં રહેતા અને ખેતીકામ કરતા જેસિંગભાઈ અરજણભાઈ મકવાણા નામના ખેડૂત બપોરે ઘરે હતા, ત્યારે એકાદ વાગ્યાના સુમારે ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા પરિવારજનો એકઠા થઈ ગયા હતા અને તરત સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પણ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગપાલસિહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પીએમ અર્થે મૃતદેહ ખસેડી જરૂરી કાર્યવાહી કરી તપાસ કરતા પાક નિષ્ફળ જતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
3 વખત કોથમીરનું વાવેતર નિષ્ફળ ગયું
મૃતકના મોટાભાઈ બાબુભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે મૃતક ત્રણ ભાઈ બે બહેનમાં ત્રીજા નંબરના અને સંતાનમાં બે પુત્ર છે, જેસિંગભાઈ બે એકર જમીનમાં ખેતી કરે છે, ચાલુ વર્ષે તેમણે બે વખત કોથમીરનું વાવેતર કર્યું હતું. જે ફેલ થયું હતું તે પછી ત્રીજી વખત પણ કોથમીરનું વાવેતર કયું હતું પણ કોઈ ઉપજ થઈ ન હતી, આ ઉપરાંત મગફળીનું પણ વાવેતર કર્યું હતું, જે પાક ભારે વરસાદને લીધે ધોવાઈ જતા ચિંતામાં મુકાઈ ગયા હતા. તમામ પાક નિષ્ફળ થતા હવે શું કરવું તેવી ચિંતામાં આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. મોભીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.