Rajkot: વિદ્યાર્થીના આપઘાત મામલે પોલીસ આચાર્યને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગશે
રાજકોટના લોધિકામાં 3 શિક્ષકના ત્રાસથી મોટાવડા સરકારી શાળાનાં ધોરણ 11ના વિદ્યાર્થીનાં આપઘાત મામલે સસ્પેન્ડેડે આચાર્ય સચિન વ્યાસ મેટોડા GIDC પોલીસ સમક્ષ હાજર થયો છે. પોલીસ આચાર્યને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગશે. જોકે હજુ પણ બે સસ્પેન્ડેડ શિક્ષક ફરાર છે.રાજકોટનાં (Rajkot) લોધિકામાં મોટાવડા સરકારી શાળાનાં વિદ્યાર્થીનાં આપઘાત મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે. શાળાનાં આચાર્ય સહિત બે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ DEO એ સરકારમાં રિપોર્ટ પણ કર્યો છે. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ અને વીડિયો બનાવ્યો હતો, જેમાં શિક્ષકોનાં ત્રાસથી પગલું ભર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હવે સસ્પેન્ડેડે આચાર્ય સચિન વ્યાસ મેટોડા GIDC પોલીસ સમક્ષ હાજર થયો છે. સમગ્ર મામલે પોલીસ આચાર્યને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગશે.વિદ્યાર્થીએ આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો રાજકોટ જિલ્લાનાં લોધિકા તાલુકામાં આવેલી મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધો. 11 માં અભ્યાસ કરતા ધ્રુવિલ ભરતભાઈ વારું નામના વિદ્યાર્થીએ ભણતરનાં ભાર અને શિક્ષકોનાં ત્રાસથી પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ અને વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં શિક્ષકે પરીક્ષા પેપરને લઈને વિદ્યાર્થીને પોલીસની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે.DEO દ્વારા આચાર્ય, બે શિક્ષકોને સસ્પેન્ડ કરાયાં પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે આચાર્ય સચિન વ્યાસ, શિક્ષક મોસમી શાહ અને વિભૂતિ જોષીને સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ DEO દ્વારા સમગ્ર મામલે સરકારમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. અગાઉ DEO એ આચાર્ય અને શિક્ષિકાને નોટિસ ફટકારી હતી. ઘટના બાદ શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના લોધિકામાં 3 શિક્ષકના ત્રાસથી મોટાવડા સરકારી શાળાનાં ધોરણ 11ના વિદ્યાર્થીનાં આપઘાત મામલે સસ્પેન્ડેડે આચાર્ય સચિન વ્યાસ મેટોડા GIDC પોલીસ સમક્ષ હાજર થયો છે. પોલીસ આચાર્યને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગશે. જોકે હજુ પણ બે સસ્પેન્ડેડ શિક્ષક ફરાર છે.
રાજકોટનાં (Rajkot) લોધિકામાં મોટાવડા સરકારી શાળાનાં વિદ્યાર્થીનાં આપઘાત મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે. શાળાનાં આચાર્ય સહિત બે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ DEO એ સરકારમાં રિપોર્ટ પણ કર્યો છે. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ અને વીડિયો બનાવ્યો હતો, જેમાં શિક્ષકોનાં ત્રાસથી પગલું ભર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હવે સસ્પેન્ડેડે આચાર્ય સચિન વ્યાસ મેટોડા GIDC પોલીસ સમક્ષ હાજર થયો છે. સમગ્ર મામલે પોલીસ આચાર્યને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગશે.
વિદ્યાર્થીએ આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો
રાજકોટ જિલ્લાનાં લોધિકા તાલુકામાં આવેલી મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધો. 11 માં અભ્યાસ કરતા ધ્રુવિલ ભરતભાઈ વારું નામના વિદ્યાર્થીએ ભણતરનાં ભાર અને શિક્ષકોનાં ત્રાસથી પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ અને વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં શિક્ષકે પરીક્ષા પેપરને લઈને વિદ્યાર્થીને પોલીસની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે.
DEO દ્વારા આચાર્ય, બે શિક્ષકોને સસ્પેન્ડ કરાયાં
પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે આચાર્ય સચિન વ્યાસ, શિક્ષક મોસમી શાહ અને વિભૂતિ જોષીને સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ DEO દ્વારા સમગ્ર મામલે સરકારમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. અગાઉ DEO એ આચાર્ય અને શિક્ષિકાને નોટિસ ફટકારી હતી. ઘટના બાદ શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી હતી.