Rajkot: લોકમેળામાં આવ્યું વિઘ્ન, રાઈડ સંચાલકોને કામગીરી ન કરવા સૂચના
લોકમેળાના સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચ્યોહાઈકોર્ટમાં આવતીકાલે રીટ પિટિશન મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ફાઉન્ડેશન વગર રાઈડ્સ શરૂ કરવા મંજૂરી ન આપવામાં આવી સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોક મેળામાં વિઘ્ન આવ્યું છે. રાજકોટમાં યોજાનારા લોક મેળામાં રાઈડ સંચાલકોને કામગીરી ના કરવા માટે સૂચના આપવામાં આવી છે. હાઈકોર્ટ તરફથી કોઈ ચોક્કસ નિર્ણય ના આવે ત્યાં સુધી રાઈડ સંચાલકોને કામગીરી ના કરવા માટે સૂચના આપવામાં આવી છે. લોકમેળાના સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચ્યો ત્યારે હાલમાં લોકમેળાના સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે હાઈકોર્ટમાં આવતીકાલે રીટ પિટિશન મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, કારણ કે 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા SOP મામલે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. રાજકોટ લોકમેળામાં ફાઉન્ડેશન વગર રાઈડ શરૂ કરવા દેવાની માગ કરવામાં આવી છે . 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા SOP મામલે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાઉન્ડેશન વગર રાઈડ્સ શરૂ કરવા મંજૂરી ન આપવામાં આવતા અરજદારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. વિરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું કે રાજ્ય સરકારની SOP મુજબ હવે ફાઉન્ડેશન ભરવું અશક્ય છે. જમીનનો સોઈલ રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં તંત્ર દ્વારા મંજૂરી ના આપવામાં આવતા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. લોકમેળાને લઈને રૂપિયા 10 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો તમને જણાવી દઈએ કે રાજકોટના લોકમેળા કુલ 235 સ્ટોલ રાખવામાં આવશે, આ માટે તંત્રએ લોકમેળાને લઈ વ્યવસ્થાઓ જાહેર કરી દીધી છે. જેમાં રમકડાના 140, ખાણીપીણીના 32 સ્ટોલને મંજૂરી આપી દીધી છે. આ સિવાય આઈસ્ક્રીમના 16 અને ટી-કોર્નરના 1 સ્ટોલને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે મેળામાં સ્ટોલના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી પણ જે વીમાની રકમ ગયા વર્ષે 5 કરોડ રૂપિયાની હતી, તે આ વર્ષે વધારીને 10 કરોડની કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- લોકમેળાના સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચ્યો
- હાઈકોર્ટમાં આવતીકાલે રીટ પિટિશન મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે
- ફાઉન્ડેશન વગર રાઈડ્સ શરૂ કરવા મંજૂરી ન આપવામાં આવી
સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોક મેળામાં વિઘ્ન આવ્યું છે. રાજકોટમાં યોજાનારા લોક મેળામાં રાઈડ સંચાલકોને કામગીરી ના કરવા માટે સૂચના આપવામાં આવી છે. હાઈકોર્ટ તરફથી કોઈ ચોક્કસ નિર્ણય ના આવે ત્યાં સુધી રાઈડ સંચાલકોને કામગીરી ના કરવા માટે સૂચના આપવામાં આવી છે.
લોકમેળાના સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચ્યો
ત્યારે હાલમાં લોકમેળાના સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે હાઈકોર્ટમાં આવતીકાલે રીટ પિટિશન મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, કારણ કે 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા SOP મામલે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. રાજકોટ લોકમેળામાં ફાઉન્ડેશન વગર રાઈડ શરૂ કરવા દેવાની માગ કરવામાં આવી છે .
31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા SOP મામલે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાઉન્ડેશન વગર રાઈડ્સ શરૂ કરવા મંજૂરી ન આપવામાં આવતા અરજદારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. વિરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું કે રાજ્ય સરકારની SOP મુજબ હવે ફાઉન્ડેશન ભરવું અશક્ય છે. જમીનનો સોઈલ રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં તંત્ર દ્વારા મંજૂરી ના આપવામાં આવતા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.
લોકમેળાને લઈને રૂપિયા 10 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે રાજકોટના લોકમેળા કુલ 235 સ્ટોલ રાખવામાં આવશે, આ માટે તંત્રએ લોકમેળાને લઈ વ્યવસ્થાઓ જાહેર કરી દીધી છે. જેમાં રમકડાના 140, ખાણીપીણીના 32 સ્ટોલને મંજૂરી આપી દીધી છે. આ સિવાય આઈસ્ક્રીમના 16 અને ટી-કોર્નરના 1 સ્ટોલને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે મેળામાં સ્ટોલના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી પણ જે વીમાની રકમ ગયા વર્ષે 5 કરોડ રૂપિયાની હતી, તે આ વર્ષે વધારીને 10 કરોડની કરવામાં આવી છે.