જામનગર જિલ્લામાં જુગારના 3 દરોડામાં સાત જુગારી ઝડપાયા

Jamnagar Gambling : જામનગર જિલ્લામાં ત્રણ જગ્યાએ પોલીસે દરોડા દરમ્યાન સાત જુગારીની રૂપિયા 10 હજાર ઉપરાંતની મતા સાથે ધરપકડ કરી હતી અને બે શખ્સ નાસી જતાં તેને ફરાર જાહેર કરી શોધખોળ આરંભી છે. પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગત મુજબ લાલપુર તાલુકાના ખટિયા ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા ઓસમાણ કારૂભાઈ રાઠોડ અને બાલાભાઈ દેવાભાઈ પરમાર નામના બન્ને શખ્સને પોલીસે ઝડપી લઈ સ્થળ પરથી રૂા.1350ની રોકડ રકમ કબ્જે કરી હતી.બીજા દરોડામાં કાલાવડ તાલુકાના વડાળી ગામ તરફ જતા રસ્તે જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા મુસાભાઈ અલ્લારખાભાઈ વિસળ, ઈબ્રાહિમ અલ્લારખા હાલાણી, અમિન હાજીભાઈ હાલેપૌત્રા અને ફિરોઝ કારાભાઈ હાલેપૌત્રા નામના ચાર શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે રૂા.5630ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.ત્રીજા દરોડામાં કાલાવડના ખડધોરાજી બસ સ્ટેશન પાછળ જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા સાગર હરેશભાઈ મકવાણા નામના શખ્સને કાલાવડ (ગ્રામ્ય) પોલીસે ઝડપી લઈ રૂા.3450ની રોકડ મતા કબ્જે કરી હતી. જ્યારે અજય અને સુનિલ રાજુભાઈ ચૌહાણ નામના બે શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં જુગારના 3 દરોડામાં સાત જુગારી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Gambling : જામનગર જિલ્લામાં ત્રણ જગ્યાએ પોલીસે દરોડા દરમ્યાન સાત જુગારીની રૂપિયા 10 હજાર ઉપરાંતની મતા સાથે ધરપકડ કરી હતી અને બે શખ્સ નાસી જતાં તેને ફરાર જાહેર કરી શોધખોળ આરંભી છે. 

પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગત મુજબ લાલપુર તાલુકાના ખટિયા ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા ઓસમાણ કારૂભાઈ રાઠોડ અને બાલાભાઈ દેવાભાઈ પરમાર નામના બન્ને શખ્સને પોલીસે ઝડપી લઈ સ્થળ પરથી રૂા.1350ની રોકડ રકમ કબ્જે કરી હતી.

બીજા દરોડામાં કાલાવડ તાલુકાના વડાળી ગામ તરફ જતા રસ્તે જાહેરમાં ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા મુસાભાઈ અલ્લારખાભાઈ વિસળ, ઈબ્રાહિમ અલ્લારખા હાલાણી, અમિન હાજીભાઈ હાલેપૌત્રા અને ફિરોઝ કારાભાઈ હાલેપૌત્રા નામના ચાર શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે રૂા.5630ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં કાલાવડના ખડધોરાજી બસ સ્ટેશન પાછળ જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા સાગર હરેશભાઈ મકવાણા નામના શખ્સને કાલાવડ (ગ્રામ્ય) પોલીસે ઝડપી લઈ રૂા.3450ની રોકડ મતા કબ્જે કરી હતી. જ્યારે અજય અને સુનિલ રાજુભાઈ ચૌહાણ નામના બે શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.