Rajkot: રાજકોટમાં દિવાળીની રાત બની લોહિયાળ, ફટાકડા ફોડવાની બાબતે યુવકની હત્યા

રાજકોટમાં દિવાળીની રાત સર્વેશ્વર ચોકમાં મારામારીની ઘટના લોહિયાળ બની છે. ફટાકડા ફોડવાની બાબતે મારામારીની ઘટનામાં એક યુવકનું મોત, બે ઘાયલ થયા હતા. ઘાયલ યુવકોને સારવાર હેઠળ ખસેડાયો છે. સમગ્ર મામલે A-ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, રાજકોટમાં દિવાળીની રાત્રે સૌ કોઇ ફટાકડા ફોડી રહ્યા હતા તે દરમિયાન સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારી બનાવ હત્યા સુધી પહોંચી ગઇ હતી. અમનદીપ ( ઉર્ફે ) બલી નામના યુવકે ફટાકડા ફોડવા સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલો કરતા કાર્તિક નામના મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે પ્રકાશ સરવૈયા અને કેતન વોરા નામના યુવકને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટના કોટેચા ચોકમાં કારચાલક બેફામ રાજકોટના કોટેચા ચોકમાં કારચાલક બેફામ બનતા પાંચથી સાત વાહનોને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે,જેમાં ફોર્ચ્યુનર કાર ચાલક ફુલ સ્પીડમાં આવી રહ્યો હતો અને અનેક વાહનોને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં પાંચથી સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને બે યુવકોની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે,ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.રાજકોટમાં હવે અકસ્માતોની સંખ્યા વધી રહી છે,છેલ્લા એક અઠવાડીયામાં બે અકસ્માતની સંખ્યા બની છે,અકસ્માતમાં બે યુવકોની હાલત અત્યંત ગંભીર છે,સાથે સાથે કાર ચાલકને ઝડપીને પોલીસે કાર્યવાહી પણ કરી છે,આ અકસ્માતમાં વાહનોને પણ ભારે નુકસાન થયું હોવાની વાત સામે આવી છે,કાર એટલી સ્પીડમાં હતી કે રોડ પર ઉભેલા અને ચાલી રહેલા લોકો હવામાં ફંગોળાયા હતા,પોલીસે કાર પણ જપ્ત કરી છે અને આસપાસના સીસીટીવીના આધારે તપાસ પણ કરી છે.

Rajkot: રાજકોટમાં દિવાળીની રાત બની લોહિયાળ, ફટાકડા ફોડવાની બાબતે યુવકની હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં દિવાળીની રાત સર્વેશ્વર ચોકમાં મારામારીની ઘટના લોહિયાળ બની છે. ફટાકડા ફોડવાની બાબતે મારામારીની ઘટનામાં એક યુવકનું મોત, બે ઘાયલ થયા હતા. ઘાયલ યુવકોને સારવાર હેઠળ ખસેડાયો છે. સમગ્ર મામલે A-ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં દિવાળીની રાત્રે સૌ કોઇ ફટાકડા ફોડી રહ્યા હતા તે દરમિયાન સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારી બનાવ હત્યા સુધી પહોંચી ગઇ હતી. અમનદીપ ( ઉર્ફે ) બલી નામના યુવકે ફટાકડા ફોડવા સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલો કરતા કાર્તિક નામના મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે પ્રકાશ સરવૈયા અને કેતન વોરા નામના યુવકને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના કોટેચા ચોકમાં કારચાલક બેફામ 

રાજકોટના કોટેચા ચોકમાં કારચાલક બેફામ બનતા પાંચથી સાત વાહનોને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે,જેમાં ફોર્ચ્યુનર કાર ચાલક ફુલ સ્પીડમાં આવી રહ્યો હતો અને અનેક વાહનોને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં પાંચથી સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને બે યુવકોની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે,ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.

રાજકોટમાં હવે અકસ્માતોની સંખ્યા વધી રહી છે,છેલ્લા એક અઠવાડીયામાં બે અકસ્માતની સંખ્યા બની છે,અકસ્માતમાં બે યુવકોની હાલત અત્યંત ગંભીર છે,સાથે સાથે કાર ચાલકને ઝડપીને પોલીસે કાર્યવાહી પણ કરી છે,આ અકસ્માતમાં વાહનોને પણ ભારે નુકસાન થયું હોવાની વાત સામે આવી છે,કાર એટલી સ્પીડમાં હતી કે રોડ પર ઉભેલા અને ચાલી રહેલા લોકો હવામાં ફંગોળાયા હતા,પોલીસે કાર પણ જપ્ત કરી છે અને આસપાસના સીસીટીવીના આધારે તપાસ પણ કરી છે.