Rajkot મેયરના સરકારી ખર્ચે કુંભમાં લહેર પાણી અને લાડવા, કોંગ્રેસ આક્રમક

Feb 14, 2025 - 13:30
Rajkot મેયરના સરકારી ખર્ચે કુંભમાં લહેર પાણી અને લાડવા, કોંગ્રેસ આક્રમક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના મેયર મહાકુંભમાં સરકારી વાહનનો ઉપયોગ કરતાં વિવાદમાં આવ્યા. પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં સરકારી વાહનનો ઉપોયગ કરવા બદલ મનપાએ મોટું બિલ ફટકાર્યું.મનપાની કામગીરીને લઈને મેયરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મહાકુંભમાં જવા પર આટલો હોબાળો કર્યો છે એ મારા માટે અયોગ્ય છે. મહિલા મેયર તરીકેની ગરિમા જળવાઈ નથી. હવે મનપા અને મેયર વચ્ચેના વિખવાદમાં કોંગ્રેસ પણ ઝંપલાવતા આક્રમક તેવર બતાવ્યા.

કોંગ્રેસની પ્રતિક્રિયા

મેયર નયનાબેન પેઢડીયાના મહાકુંભ વિવાદ અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ ક્હ્યું કે ભાજપના આંતરિક બળાપા સામે આવ્યા છે. મહાકુંભ વિવાદમાં રાજકોટના મેયરની પણ ભૂલ છે. 2 રૂપિયાનો ઠરાવ કમિટીમાં થયેલો છે. મનપાએ મોટુ બિલ આપતા ભ્રષ્ટાચારની ગંધ આવે છે. કોણ ભ્રષ્ટાચાર કરે છે તેનું નામ આપવું જોઇએ. મેયરના બદનામ કરવાના આક્ષેપ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કોણ આવું કામ કરે છે તેને ખુલ્લા પાડવા જોઈએ. તેમના જ લોકોએ મેયરના ફોટા વાયરલ કર્યા છે.

ભાજપમાં આંતરિક વિખવાદ

જ્યારે કોગ્રેસના અન્ય નેતા અતુલ રાજાણીએ પણ મનપા અને મેયર વિવાદમાં ભાજપને નિશાન બનાવ્યું. અતુલ રાજાણીએ કહ્યું કે વર્ષોથી ભાજપમાં આંતરિક વિખવાદ ચાલે છે. અનેક વખત કાર્યકરો અને નેતાઓ વચ્ચે ચાલતો આ વિખવાદ સપાટી પર જોવા મળ્યો છે. આજે ફરી એક વખત પક્ષનો આંતરિક કલહ સામે આવ્યો છે. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પંહોચ્યો હોવાનો કોંગ્રેસ નેતાઓ આક્ષેપ કર્યો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. અને છેલ્લા કેટલાક સમયમાં અનેક બેઠકો પરના કોંગ્રેસ ઉમેદવારો ભાજપમાં સામેલ થયા છે. ત્યારે મનપા અને મેયરના વિવાદમાં ભાજપ પર નિશાન તાકી કોંગ્રેસે બળાપો ઠાલવતા ભાજપ પર પ્રહાર કર્યો. સમગ્ર મામલે ભ્રષ્ટાચાર થયાનો પણ કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0